Suryakumar Yadav Devisha Shetty Photo: ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે ફેબ્રુઆરીમાં વનડે અને ટી20 સીરીઝ રમાશે. આ માટે ટીમની જાહેરાત પણ થઇ ચૂકી છે. આ ટીમમાં સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પણ સામેલ છે. ટીમના ટેલેન્ટેડ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હાલમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. તે પોતાની પત્ની સાથે વેકેશન એન્જૉય કરવા નીકળ્યો છે. સૂર્યકુમાર યાદવે સોશ્યલ મીડિયા પર તસવીરો શેર કરી છે જેમાં તે પોતાની પત્ની સાથે દેખાઇ રહ્યો છે. ફેન્સ આ તસવીરોને ખુબ પસંદ કરી રહ્યાં છે.  


ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ આજકાલ પોતાની પત્ની દેવિશા શેટ્ટીની સાથે વેકેશન એન્જૉય કરી રહ્યાં છે. તેને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે પત્ની સાથે છે. આ તસવીરોને અત્યાર સુધી લાખો લોકોએ લાઇક્સ કરી છે. આ તસવીર પર લોકો પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યાં છે. આઇપીએલ ટીમ મુંબઇ ઇન્ડિયન્સ તરફથી પણ આ તસવીર પર કૉમેન્ટ કરવામાં આવી છે. 






ઉલ્લેખનીય છે કે સૂર્યકુમાર યાદવ ભારત માટે અત્યાર સુધી 4 વનડે મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેને એક ફિફ્ટીની સાથે 163 રન બનાવ્યા છે. જ્યારે 11 ટી20 મેચોમાં 244 રન ઠોકી ચૂક્યો છે. આ ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવે 3 ફિફ્ટી પણ લગાવી છે. તે લિસ્ટ એની 106 મેચોમાં 3017 રન બનાવી ચૂક્યો છે, જ્યારે 77 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 5326 રન બનાવ્યા છે.