IND vs NZ 3rd T20, Narendra Modi Stadium Pitch Report: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાઇ રહી છે. બન્ને ટીમો આજે ફરી એકવાર સીરીઝ કબજે કરવા માટે મેદાનમાં ઉતરશે, આ બન્ને ટીમો વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોમાંચક મેચ રમાશે. આ પહેલા જાણી લો અહીંની પીચનો કેવો છે મિજાજ, શું કહે છે પીચ ક્યૂરેટર.... 


ઉલ્લેખનીય છે કે, લખનઉ પીચને લઇને સવાલો ઉઠી રહ્યાં હતા, અને મેચ પણ એકદમ લૉ સ્કૉરિંગ રહી હતી, જોકે, આજની અમદાવાદની પીચને લઇને પીચ ક્યૂરેટરે મોટુ નિવેદન આપ્યુ છે. જાણો..... 


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ 5 મેચો રમાઇ છે. જેમાં 2વાર પહેલા બેટિંગ કરનાની ટીમ જીતી છે, જ્યારે 3 વાર લક્ષ્યનો પીછો કરનારી ટીમને જીત હાંસલ થઇ છે. વળી, આ મેદાનના એવરેજ સ્કૉરની વાત કરવામાં આવે તો તે 174 રનોની આસપાસ જોવા મળ્યો છે. 


પીચ ક્યૂરેટર અનુસાર, 170 થી 175 નો લક્ષ્ય અહીં પીચ પર બેસ્ટ સ્કૉર બની શકે છે -
અમદાવાદની પીચને લઇને વાત કરવામાં આવે તો પીચ ક્યૂરેટર અનુસાર, આ પીચ પર પહેલા બેટિંગ કરનારી ટીમ જો 170 થી 175 સુધીનો સ્કૉર કરે છે, તો તે ખુબ જ બેસ્ટ ગણી શકાશે. વળી બીજી બેટિંગ કરવા દરમિયાન ખુબ જ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. 


વળી, બીજી બેટિંગ કરનારી ટીમ પર ભેજ અસર બતાવી શકે છે. જેમાં ટૉસ જીતનારી ટીમ લક્ષ્યનો પીછો કરવા માંગશે. ભારતીય ટીમે આ મેદાન પર પોતાની છેલ્લી ટી0 મેચ વર્ષ 2021માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી, અને તે મેચમાં ટીમ ઇન્ડિયાએ 36 રનોથી જીત હાંસલ કરી હતી.