India vs New Zealand 1st T20I: વનડે સીરીઝ બાદ હવે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ રમાશે, અને આજે રાંચીથી તેની શરૂઆત થશે. રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે મેચ રમાશે. ટી20 સીરીઝમાં ભારતનો દબદબો કીવીઓ સામે બુલંદ રહ્યો છે, કેમ કે ન્યૂઝીલેન્ડની ટીમે છેલ્લા 11 વર્ષથી ટી20 સીરીઝ જીતી નથી શકી. જાણો આજે રાંચીમાં પીચનો કેવો છે મિજાજ..... 


કેવો છે પીચનો મિજાજ ?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે પ્રથમ મેચ રમાશે, આજની મેચ રાંચીમાં આવેલા જેએસસીએ  ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અહીંની પીચની વાત કરીએ તો, અહીંનું મેદાન ભારતના બીજા મેદાનો કરતાં થોડુ અલગ છે. અહીંનું મેદાન મોટુ છે અને પીચ પણ અલગ છે, અહીં સ્પીનર્સને સફળ થવાનો ઇતિહાસ રહ્યો છે. 


રાંચીની પીચમાં પર ધીમી ગતિના બૉલર જેને વધારે ટર્ન મળે છે, તે કારગર સાબિત થઇ શકે છે. રાંચીમાં આ પહેલા ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ ચૂકી છે. વર્ષ 2016માં અહીં રમાયેલી ટી20 મેચમાં 196 રન બન્યા હતા. તે પછી પહેલા બેટિંગ કરનારી ટીમે એકવાર 118 અને એકવાર 196 રન બનાવ્યા. રાંચીમાં ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરનારી ટીમને વધુ ફાયદો રહેશે. 


 


કઇ ચેનલ પર જોઇ શકાશે ભારત-ન્યૂઝીલેન્ડ પહેલી ટી20 મેચનું લાઇવ પ્રસારણ ?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ ટી20 મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર જોઇ શકાશે. આ ઉપરાંત ડીડી સ્પોર્ટ્સ પર પણ મેચનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. જે યૂઝર્સની પાસે હૉટસ્ટારનું સબ્સક્રિપ્શન છે, તે ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા મેચ જોવાનો આનંદ ઉઠાવી શકશે. આ ઉપરાંત મેચનુ પળે પળનુ અપડેટ https://gujarati.abplive.com/ પર ઉપલબ્ધ રહેશે.