India vs New Zealand 1st T20I Live: વનડેમાં ન્યૂઝીલેન્ડને વ્હાઇટ વૉશ કર્યા બાદ હવે ટીમ ઇન્ડિયા ટી20 સીરીઝમાં આજથી દમ બતાવશે. બન્ને દેશો વચ્ચે આજથી ત્રણ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે, આજે પ્રથમ મેચ રાંચીમાં રમાશે. જોકે, ભારતીય ટીમ પહેલાથી કીવીઓ સામે ટી20માં દમદાર રહી છે, અને ન્યૂઝીલેન્ડની ટીમ વનડેમાં હારનો બદલો ટી20 સીરીઝ જીતીને લેવાનો પ્રયાસ કરશે. 


ખાસ વાત છે કે, આજ ભારતીય ટીમ યુવા ખેલાડીઓની ટોળી સાથે મેદાનમાં ઉતરશે, આજે ફરી એકવાર અનુભવી ખેલાડીઓની ગેરહાજરી રહેશે, કેમ કે બીસીસીઆઇએ રોહિત શર્મા, વિરાટ કોહલી, મોહમ્મદ શમી સહિતના ખેલાડીઓને ટી20 સ્ક્વૉડમાંથી બહાર કરી દીધા છે, અને કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને આગેવાની સોંપવામાં આવી છે. જાણો આજની પ્રથમ ટી20 ક્યારે, ક્યાંથી ને કેટલા વાગે જોઇ શકાશે લાઇવ...... 


ક્યારે રમાશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી20 ?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી ટી20 મેચ આજે એટલે કે 27 જાન્યુઆરીએ રમાશે. 


ક્યાં રમાશે ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે પહેલી ટી20 ?
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે પહેલી ટી20 મેચ રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. 


ભારતીય સમયાનુસાર કેટલા વાગે શરૂ થશે ભારત-ન્યૂઝીલેન્ડ પહેલી ટી20 ?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી પહેલી ટી20 મેચ આજે ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. મેચના અડધા કલાક એટલે કે 7 વાગે ટૉસ થશે. 


કઇ ચેનલ પર જોઇ શકાશે ભારત-ન્યૂઝીલેન્ડ પહેલી ટી20 મેચનું લાઇવ પ્રસારણ ?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ ટી20 મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર જોઇ શકાશે. આ ઉપરાંત ડીડી સ્પોર્ટ્સ પર પણ મેચનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. જે યૂઝર્સની પાસે હૉટસ્ટારનું સબ્સક્રિપ્શન છે, તે ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા મેચ જોવાનો આનંદ ઉઠાવી શકશે. આ ઉપરાંત મેચનુ પળે પળનુ અપડેટ https://gujarati.abplive.com/ પર ઉપલબ્ધ રહેશે. 


ભારતીય ટીમની ફૂલ સ્ક્વૉડ -
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગીલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, જિતેશ શર્મા (વિકેટકીપર), વૉશિંગટન સુંદર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શૉ, મુકેશ કુમાર.


ન્યૂઝીલેન્ડ ટીમની ફૂલ સ્ક્વૉડ - 
મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઇકલ બ્રાસવેલ, ડેન ક્લીવર, ડેવૉન ડૉન્વે, શેન ડફી, લૂકી ફર્ગ્યૂસન, બેન લિસ્ટર, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માઇકલ રિપન, હેનરી શિપ્લી, ઇશ સોઢી, બ્લેયર ટિકનેર.