PM Narendra Modi in Team India Dressing Room: અમદાવાદમાં ICC વર્લ્ડ કપ ફાઇનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ટીમને ડ્રેસિંગ રૂમમાં મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા. હાર બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યા હતા.


પીએમ મોદીએ જસપ્રીત બુમરાહ સાથે પણ વાત કરી હતી.  જે દરમિયાન વડાપ્રધાને  જસપ્રીત બુમરાહને હાથ મિલાવ્યો અને પૂછ્યું કે તુ તો ગુજરાતી બોલતો હોઈશને. આ વાત પર બુમરાહે હસતા-હસતા કહ્યું- હા, થોડું...થોડું..., પછી પીએમ મોદીએ ફરીથી બુમરાહને કહ્યું આ તો ઘર છે તારું. આ પછી વડાપ્રધાન મોદીએ શ્રેયસ અય્યર, કુલદીપ યાદવ, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ સાથે વાત કરી. 





ખેલાડીઓ સાથે વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશવાસીઓ તમને જોઈ રહ્યા છે, હિંમત રાખો. પીએમ મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ જોવા મળ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, એકબીજાને પ્રોત્સાહિત કરતા રહો, જ્યારે તેમણે તમામ ખેલાડીઓને દિલ્હી આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.


ANI પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભારતીય ખેલાડીઓની વાતચીતનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.  સૌથી પહેલા પીએમ મોદીએ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના ખભા પર હાથ રાખીને વાત કરી હતી. 


પીએમ મોદી કહી રહ્યા છે- તમે લોકો 10-10 મેચ જીતીને અહીં આવ્યા છો. આવું થતું રહે છે. આ પછી વડાપ્રધાને નિરાશ રોહિતને આગળ કહ્યું- હસો ભાઈ, દેશ તમને જોઈ રહ્યો છે, આ બધું થતું રહે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પીએમ મોદીનો આભાર માન્યો હતો.


વિરાટ-રોહિતની મુલાકાત બાદ પીએમ મોદીએ હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે મુલાકાત કરી. વિરાટ અને રોહિતની મુલાકાત બાદ પીએમ મોદીએ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેણે કહ્યું કે તમે લોકોએ ખૂબ મહેનત કરી છે. PMએ રાહુલ દ્રવિડ સાથે હાથ મિલાવ્યા. રાહુલ દ્રવિડને મળ્યા બાદ પીએમ મોદીએ જાડેજાને  બાપુ કહીને સંબોધ્યા અને તેમની સાથે હાથ મિલાવ્યા હતા. પીએમ મોદીએ પણ જાડેજાની પીઠ થપથપાવી હતી. પીએમ મોદીએ જાડેજા સાથે ગુજરાતીમાં વાત કરી હતી.


પીએમ મોદીએ શમીને કહ્યું- આ વખતે તેં ખૂબ સારું કર્યું છે પીએમ મોદીએ શુભમન ગિલ સાથે હાથ મિલાવ્યો અને પછી મોહમ્મદ શમી સાથે વાત કરવા આગળ વધ્યા. PMએ શમીને કહ્યું- તમે આ વખતે ઘણું સારું કર્યું છે. આટલું કહેતાની સાથે જ તેમણે શમીને ગળે લગાડ્યો અને તેની પીઠ  થપથપાવી હતી.