ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને વેસ્ટ ઇન્ડીઝ સામે બે ટેસ્ટ મેચની સીરીઝ રમશે. આ સીરીઝની પહેલી મેચ 2 ઓક્ટોબરથી શરૂ થશે. આદરમિયાન સીરીઝ માટે ટીમ ઇન્ડિયા ટીમ ટૂંક સમયમાં જાહેર થવાની ધારણા છે. જોકે, જાહેરાત પહેલાં ટીમ ઇન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા ઈજાગ્રસ્ત થયો છે. તેને માથામાં ઈજા થઈ છે. તે વેસ્ટ ઇન્ડીઝ સામે સીરીઝ રમવા માટે એક મજબૂત દાવેદાર હતો. 

Continues below advertisement

પ્રસિદ્ધ ઓસ્ટ્રેલિયા A સામે રમી રહ્યો છે

વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ભારત A અને ઓસ્ટ્રેલિયા A સામસામે છે. આ મેચમાં ઘણા સ્ટાર ભારતીય ખેલાડીઓ રમી રહ્યા છે. પ્રસિદ્ધ કૃષ્ણાને મેચના બીજા દિવસે બેટિંગ કરતી વખતે માથામાં ઈજા થઈ હતી. અચાનક ઈજા થયા બાદ તેમની ગંભીરતા તપાસવામાં આવી હતી અને તેના થોડા સમય પછી યશ ઠાકુરને કોન્કશન સબસ્ટિટ્યુટ તરીકે મોકલવામાં આવ્યો હતો. ભારતીય ટીમ મેચના બીજા દિવસે બેટિંગ કરી રહી હતી. ટીમ ઇન્ડિયા મોટો સ્કોર કરવામાં અસમર્થ હતી તેથી પ્રસિદ્ધ કૃષ્ણને બેટિંગ કરવા આવવું પડ્યું. ઇનિંગની 39મી ઓવર ચાલી રહી હતી ત્યારે હેનરી થોર્ન્ટનનો બોલ પ્રસિદ્ધના હેલ્મેટ પર વાગ્યો. તપાસ કર્યા પછી પ્રસિદ્ધ  થોડા સમય માટે બેટિંગ ચાલુ રાખ્યુ પરંતુ જ્યારે તેને થોડી અસ્વસ્થતા અનુભવાઈ ત્યારે તે રિટાયર્ડ હર્ટ થયો.

Continues below advertisement

પ્રસિદ્ધ સ્થાને યશ ઠાકુરને તક આપવામાં આવી

જ્યારે પ્રસિદ્ધને બહાર જવું પડ્યું, ત્યારે મોહમ્મદ સિરાજ બેટિંગ કરવા આવ્યો. જોકે, પ્રસિદ્ધના સ્થાને યશ ઠાકુરને તક આપવામાં આવી. તેને ઇન્ડિયા એ ની પ્લેઇંગ ઇલેવનમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. જોકે, મેચમાં ભારતનું પ્રદર્શન ખૂબ નિરાશાજનક રહ્યું. ભારત ફક્ત 194 રન બનાવી શક્યું અને આખી ટીમ પેવેલિયન પરત ફરી. દરમિયાન, ઓસ્ટ્રેલિયા A એ પોતાની પહેલી ઇનિંગમાં 420 રનનો મોટો સ્કોર બનાવ્યો.

વેસ્ટ ઇન્ડીઝ શ્રેણી માટે તક મળી શકે છે

પ્રસિદ્ધ કૃષ્ણાની ઈજાની ગંભીરતા હજુ સુધી જાણી શકાયું નથી. એવું માનવામાં આવે છે કે પ્રસિદ્ધ કૃષ્ણાને વેસ્ટ ઇન્ડીઝ શ્રેણી માટે પણ તક આપવામાં આવશે. જોકે  પસંદગીકારો પહેલા તેની ઈજાની ગંભીરતા નક્કી કરવાનો પ્રયાસ કરશે. શ્રેણી બહુ દૂર નથી, ફક્ત એક અઠવાડિયા દૂર છે. જો પ્રસિદ્ધ કૃષ્ણા ઝડપથી સ્વસ્થ થઈ જાય તો તેને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ સાથે  પ્રસિદ્ધ ટીમ ઈન્ડિયાની ઝડપી બોલિંગ લાઇનઅપનો ભાગ બની શકે છે.