મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોતાના પતિ વિરાટ કોહલીની સાથે એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં વિરાટ કોહલી પ્રેગનન્ટ અનુષ્કા શર્માને શીર્ષાસન કરવામાં મદદ કરતો દેખાઇ રહ્યો છે. જાન્યુઆરી 2021 અનુષ્કા શર્મા જલ્દી પોતાના પહેલા બાળકની માતા બનવાની છે. પ્રેગનન્સી દરમિયાન પણ અનુષ્કા શર્માએ લૉકડાઉન દરમિયાન ખુદને ફિટ રાખી હતી.

આ તસવીરને શેર કરતા અનુષ્કા શર્માએ કહ્યું કે તે છેલ્લા કેટલાક વર્ષોથી શીર્ષાસન કરી રહી છે. તસવીરના કેપ્શનમાં તેને લખ્યું- યોગા મારી જિંદગીનો મહત્વનો ભાગ છે. મારા ડૉક્ટરે મને સલાહ આપી છે કે સામી બાજુ નમવા વાળા યોગા સિવાય તે તમામ યોગા કરી શકે છે. હુ જે પ્રેગનન્સી પહેલા કરતી હતી. પરંતુ યોગ્ય અને જરૂરી સપોર્ટની સાથે. હું છેલ્લા કેટલાય વર્ષોથી શીર્ષાસન કરી રહી છું, અને આ વખતે મે એ નક્કી કર્યુ કે હું દીવાલનો સહારો લઉં, અને સુરક્ષા માટે મારા પતિએ બેલેન્સ કરવામાં મદદ કરી, જોકે આ સેશન દરમિયાન વર્ચ્યૂઅલી મારી સાથે હતી. મને આનંદ છેકે હું પોતાની પ્રેગનન્સી દરમિયાન પણ આની પ્રેક્ટિસ ચાલુ રાખી શકી.



ઉલ્લેખનીય છે કે હાલ વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટીમ ઇન્ડિયાની સાથે છે, વળી અનુષ્કા શર્મા મુંબઇમાં પોતાનુ શૂટિંગ પુરી કરી રહી છે.

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટ મેચ બાદ પેટરનિટી લીવ પર સ્વદેશ પરત ફરી જશે. ચાર ટેસ્ટ મેચોમાં માત્ર એડિલેડ ટેસ્ટમાં જ રમશે, બાકીની મેચો માટે બીસીસીઆઇ તરફથી કોહલીને છુટ્ટી મળી ગઇ છે.