નવી દિલ્હીઃ પાંચ ટી20 મેચોની સીરીઝ રમવા માટે કોહલી એન્ડ કંપની ન્યૂઝીલેન્ડમાં છે. આજે સીરીઝની પ્રથમ ટી20 મેચ ઓકલેન્ડ ગ્રાઉન્ડ પર રમાવવાની છે. વર્લ્ડકપ 2019 સેમિફાઇનલમાં હાર્યા બાદ બન્ને ટીમો પહેલીવાર આમને સામને થઇ રહી છે. જીત સાથે શ્રીગણેશ કરવા માટે કોહલી કયા કયા 11 ખેલાડીઓને લઇને મેદાનમાં ઉતરી શકે છે, અહીં તેનુ લિસ્ટ બતાવવામાં આવ્યુ છે, જુઓ સંભવિત પ્લેઇંગ ઇલેવન......

ટીમ ઈન્ડિયા ત્રણ ફાસ્ટ બોલર, ત્રણ સ્પિનર, 5 બેટ્સમેનોના કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરી શકે છે. વર્લ્ડકપ 2019ની સેમિ ફાઇનલ બાદ ભારત-ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ વખત ટકરાશે. ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં લોકેશ રાહુલે સારું વિકેટકિપિંગ કર્યુ હોવાથી પ્રથમ ટી-20 મેચમાં તેની પાસેથી વિકેટકિપિંગ કરાવવામાં આવી શકે છે.



પ્રથમ ટી-20 માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ


ભારત v ન્યૂઝીલેન્ડ ટી-20 સીરીઝ કાર્યક્રમ

પ્રથમ ટી20, 24 જાન્યુઆરી, ઇડન પાર્ક-ઓકલેન્ડ, બપોરે 12.30 કલાકે

બીજી ટી20, 26 જાન્યુઆરી, ઇડન પાર્ક-ઓકલેન્ડ, બપોરે 12.30 કલાકે

ત્રીજી ટી20, 29 જાન્યુઆરી, સેડન પાર્ક-હેમિલ્ટન, બપોરે 12.30 કલાકે

ચોથી ટી20, 31 જાન્યુઆરી, વેસ્ટ પેક સ્ટેડિયમ-વેલિંગ્ટન, બપોરે 12.30 કલાકે

પાંચમી ટી20, 02 ફેબ્રુઆરી, બે ઓવલ-માઉન્ટ માઉન્ગનઇ, બપોરે 12.30 કલાકે


.