નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાને 2-1થી વનડે સીરીઝ હરાવ્યા બાદ હવે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે પહોંચી છે, અને આજે પાંચ ટી20 મેચોની સીરીઝની પ્રથમ વનડે રમાવવાની છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં કિવીઓને તેમના જ ઘરઆંગણે માત આપવાના ઇરાદા સાથે આજે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે. ખાસ વાત છે કે, ભારત હજુ સુધી ન્યૂઝીલેન્ડમાં એકપણ ટી20 સીરીઝ નથી જીત્યુ.

ભારતીય ટીમમાં ફેરફાર કરવામાં આવ્યા છે, શિખર ધવન જગ્યાએ સંજૂ સેમસનને ટીમમાં સમાવવામાં આવ્યો છે. જુઓ અહીં આજની પ્રથમ ટી20 કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ.......



ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે પ્રથમ ટી20 મેચ ઓકલેન્ડના ઇડન પાર્ક ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. ભારતીય સમયાનુસાર મેચ બપોરે 12.20 વાગે શરૂ થશે, જ્યારે ટૉસ 11.50 વાગે થશે.

મેચનુ લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી (અંગ્રેજીમાં) અને સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, અને સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી પર હૉટસ્ટાર પર લાઇવ કરવામાં આવશે.



બન્ને ટી20 ટીમો.......
ભારતીય ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), સંજૂ સેમસન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, રવિન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, યુજવેન્દ્ર ચહલ, વૉશિંગટન સુંદર

ન્યૂઝીલેન્ડ ટીમઃ- કેન વિલિયમસન (કેપ્ટન), હેમિશ બેનેટ, ટૉમ બ્રૂસ, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, માર્ટિન ગપ્ટિલ, સ્કૉટ કુગલેઇજન, ડેરિલ મિશેલ, કૉલિન મુનરો, રૉસ ટેલર, બ્લેયર ટિકર, મિશેલ સેન્ટનર, ટિમ સિફર્ટ, ઇશ સોઢી, ટિમ સાઉથી.