Pakistan Super League 2023: પાકિસ્તાન સુપર લીગ (PSL) 2023માં અત્યાર સુધી પેશાવર ઝાલ્મી ટીમના કેપ્ટન બાબર આઝમનું બેટ જોરદાર બોલતું જોવા મળ્યું છે, પરંતુ તેની સ્ટ્રાઈક રેટને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. પેશાવર ઝાલ્મી અને મુલતાન સુલતાન વચ્ચે રમાઈ રહેલી મેચમાં  બાબરે તેની 73 રનની ઇનિંગ સાથે તે ટીકાકારોની પણ બોલતી બંધ કરી દીધી છે જેઓ તેની બેટિંગ સ્ટ્રાઈક રેટ પર સતત સવાલો ઉઠાવી રહ્યા હતા.


બાબર આઝમે મુલ્તાન સુલ્તાન સામે માત્ર 39 બોલનો સામનો કર્યો અને 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 73 રનની ધમાકેદાર ઇનિંગ રમી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 187.18 જોવા મળ્યો હતો. જ્યારે બાબર આઝમે પાછલી મેચમાં સદી ફટકારી હતી ત્યારે તેના સ્ટ્રાઈક રેટને લઈને અનેક સવાલો ઉભા થયા હતા.


તે મેચમાં તેની સદીની નજીક પહોંચ્યા પછી  બાબર આઝમે થોડી ધીમી બેટિંગ શરૂ કરી  જેના કારણે ટીમનો રન રેટ પણ થોડો ધીમો પડી ગયો. જો કે, તેમ છતાં, બાબરે તે મેચમાં માત્ર 65 બોલમાં 115 રનની શાનદાર ઇનિંગ રમી હતી.  જેમાં તેનો સ્ટ્રાઇક રેટ 176.92 હતો. પીએસએલની આ સિઝનમાં અત્યાર સુધીમાં બાબર આઝમે 146ની આસપાસના સ્ટ્રાઈક રેટથી 416 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટથી 1 સદીની ઇનિંગ્સ સિવાય 4 અડધી સદીની ઇનિંગ્સ પણ જોવા મળી છે.


પેશાવર ઝાલ્મીએ પ્લેઓફમાં પહોંચવા માટે છેલ્લી બે મેચ જીતવી જરૂરી છે


પેશાવર ઝાલ્મીની ટીમે પાકિસ્તાન સુપર લીગમાં અત્યાર સુધીમાં કુલ 8 મેચ રમી છે, જેમાંથી તેણે 4માં જીત મેળવી છે જ્યારે 4માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ કારણોસર, તે હજી સુધી પ્લેઓફ માટે પોતાનું સ્થાન સંપૂર્ણપણે નિશ્ચિત કરવામાં સક્ષમ નથી.


બાબર આઝમની કપ્તાની હેઠળની પેશાવર ઝાલ્મી હવે જો પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા ઈચ્છે છે તો તેની છેલ્લી બે લીગ મેચો જીતવી અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. 


બેંગ્લુરુને મળી ચોથી હાર, યૂપી વોરિયર્સેની 10 વિકેટથી શાનદાર જીત


મહિલા પ્રીમિયર લીગ (WPL) માં  મુંબઈના બ્રેબ્રોન સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને યુપી વોરિયર્સની ટીમ વચ્ચે મુકાબલો હતો.   આ મેચમાં, યુપી વોરિયર્સે બોલ અને બેટ બંનેથી ધમાકેદાર પ્રદર્શન કર્યું અને RCB મહિલા ટીમને 10 વિકેટથી હરાવીને સિઝનની તેમની બીજી જીત નોંધાવી. કેપ્ટન એલિસા હીલીએ યુપી વોરિયર્સ માટે મેચ વિનિંગ 96 રનની શાનદાર અણનમ ઇનિંગ રમી હતી અને માત્ર 13 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મહિલા ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત કરનાર કેપ્ટન મંધાના અને સોફી ડિવાઇન વચ્ચે પ્રથમ વિકેટ માટે 29 રનની ભાગીદારી જોવા મળી હતી, જેમાં કેપ્ટન મંધાના 6 બોલમાં 4 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. સોફી ડિવાઇન અને એલિસ પેરીએ પ્રથમ 6 ઓવરમાં ટીમને વધુ ઝટકો ન લગાવા દીધા અને સ્કોર 54 રન સુધી લઈ ગયા. એવા સમયે જ્યારે એવું લાગી રહ્યું હતું કે RCB મહિલા ટીમ મેચમાં મોટો સ્કોર કરવા તરફ આગળ વધી રહી છે, ત્યારે સોફી ડિવાઇન 36 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી.