R Ashwin Retirement: ભારતીય ટીમના સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને ચાહકો અને અનુભવી ક્રિકેટરોને ચોંકાવી દીધા છે. અશ્વિને બુધવારે (18 ડિસેમ્બર) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા ટેસ્ટ સમાપ્ત થયા બાદ તરત જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે, તેને ગાબા ટેસ્ટના પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું ન હતું. પરંતુ હવે અશ્વિનની નિવૃત્તિને લઈને મોટો ખુલાસો થયો છે.


રિપોર્ટ્સનું માનીએ તો અશ્વિને એક મહિના અગાઉથી જ નિવૃત્તિ લેવાની યોજના બનાવી હતી. તેણે ટીમ મેનેજમેન્ટને સ્પષ્ટ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેને પ્લેઈંગ-11માં સ્થાન ન મળે અને ટીમમાં તેની જરૂર ન હોય તો તે નિવૃત્તિ લઈ લે તો સારું રહેશે.


મેં એક મહિના પહેલા નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું હતું


નોંધનીય છે કે ભારતીય ટીમે ઓક્ટોબર-નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામે 3 ટેસ્ટ મેચોની હોમ સિરીઝ રમી હતી. જેમાં કિવી ટીમે 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. આ હાર બાદ જ અશ્વિને નવેમ્બરની શરૂઆતમાં નિવૃત્તિનો આ પ્લાન બનાવ્યો હતો.


અશ્વિન સમજી ગયો હતો કે હવે તેનું ભારતીય ટીમમાં કોઈ સ્થાન નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પર્થ ટેસ્ટ બાદ તેણે કેપ્ટન રોહિત શર્માને પણ આ જ સવાલ પૂછ્યો હતો. તેણે કહ્યું હતું કે જો મારી ટીમમાં જરૂર નથી તો હું નિવૃત્તિ લઈ લઈશ.


ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 5 મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં યોજાઈ હતી, જેમાં રોહિતની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહે કેપ્ટનશીપ સંભાળી હતી. અશ્વિનને આ મેચમાં સ્થાન મળ્યું ન હતું. એક રિપોર્ટ અનુસાર, અશ્વિને નિવૃત્તિ લેવાનો નિર્ણય અહીં જ લીધો હતો. પરંતુ રોહિત બીજી ટેસ્ટમાં પરત ફર્યો હતો. ત્યારબાદ કેપ્ટને અશ્વિનને એડિલેડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટ માટે મનાવી લીધો અને તેને પ્લેઈંગ-11માં સામેલ કર્યો હતો રોહિતે પોતે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી.


અશ્વિન ઓસ્ટ્રેલિયા જવા પણ ઈચ્છતો નહોતો


એવું માનવામાં આવે છે કે ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણાની શ્રેણી બાદથી જ તેના મનમાં નિવૃત્તિનો વિચાર આવ્યો હતો. આ શ્રેણીમાં ભારતને 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. અશ્વિને ટીમ મેનેજમેન્ટને સ્પષ્ટ કરી દીધું હતું કે જો ઓસ્ટ્રેલિયા સીરિઝ દરમિયાન તેને પ્લેઈંગ-11માં સ્થાન નહીં મળે તો તે ઓસ્ટ્રેલિયા જશે નહીં.


ભારતે પર્થમાં અશ્વિન કરતાં વોશિંગ્ટન સુંદરને મહત્વ આપ્યું હતું. ત્યારબાદ રોહિતની વિનંતી પર અનુભવી ઑફ-સ્પિનર પિંક બોલ ટેસ્ટમાં પ્લેઇંગ-11માં પરત ફર્યો હતો. રવિન્દ્ર જાડેજા બ્રિસ્બેન ટેસ્ટમાં રમ્યો હતો


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક વરિષ્ઠ સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, 'સિલેકશન કમિટી તરફથી કોઈ સંકેત મળ્યો નથી. અશ્વિન ભારતીય ક્રિકેટમાં દિગ્ગજ છે અને તેને પોતાના નિર્ણયો લેવાનો અધિકાર છે. આગામી ટેસ્ટ શ્રેણી ઈંગ્લેન્ડમાં છે (જૂનથી ઓગસ્ટ), જ્યાં ભારત બે કરતાં વધુ નિષ્ણાત સ્પિનરોને લઈ શકશે નહીં જેઓ બેટ્સમેન પણ છે. ભારતની આગામી હોમ ટેસ્ટ સીરિઝ આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં છે.


India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ