Rahul Dravid Back Bengaluru: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કૉચ રાહુલ દ્રવિડ શુક્રવારે સવારે બેગ્લુરુ માટે રવાના થઇ ગયા, આ દરમિયાન ટીમ ઇન્ડિયા અને સપોર્ટ સ્ટાફે તિરુવનંતપુરમ માટે ઉડાન ભરી. તે શ્રીલંકા વિરુદ્ધ ત્રીજી વનડે દરમિયાન ટીમ ઇન્ડિયા સાથે અવેલેબલ રહેશે કે નહીં, હજુ તેના પર કોઇ અધિકારિક નિવેદન સામે નથી આવ્યુ. તે સ્વાસ્થ્ય કારણોના કારણે કોલકત્તાથી સવારે બેંગ્લુરું માટે રવાના થઇ ગયા. 


રિપોર્ટ અનુસાર, ગુરુવારે ભારત અને શ્રીલંકાની વચ્ચે બીજી મેચ દરમિયાન તેમને બ્લેડ પ્રેશરની ફરિયાદ કરી હતી, આ દરમિયાન ક્રિકેટ એસોશિએશન ઓફ બંગાળના ડૉક્ટરોએ તેમની તપાસ કરી હતી. 






ફેને શેર કરી તસવીર  -
રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવાઇ રહ્યું છે કે, રાહુલ દ્રવિડના સ્વાસ્થ્યને લઇને વધુ ચિતિંત થવાની જરૂર નથી, બધુ ઠીક છે. મુખ્ય કૉચ તિરુવનંતપુરમમાં રમાનારી ત્રીજી વનડે મેચ પહેલા ટીમ ઇન્ડિયાને જૉઇન કરી શકે છે. કોલકત્તાથી બેંગ્લુરુ જતી વખતે તેમની તસવીર એક ફેને સોશ્યલ મીડિયા પર શેર કરી છે.  જેમાં રાહુલ દ્રવિડ સ્વસ્થ દેખાઇ રહ્યાં છે. ફેને તેની તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું- ફ્લાઇટમાં શું શાનદાર આશ્ચર્ય, ફ્લાઇટમાં ટીમ ઇન્ડિયાના હેડ કૉચ રાહુલ દ્રવિડને મળ્યો.


 


Team India: બીજી વન-ડે જીતીને ભારતે ઓસ્ટ્રેલિયાની કરી બરોબરી, શ્રીલંકાના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ


કોલકત્તાઃ ભારતે શ્રીલંકા સામેની બીજી વનડે ચાર વિકેટે જીતી લીધી હતી. ભારતને જીતવા માટે 216 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે 40 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતીય ટીમે વનડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી વનડે 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે. આ મેચમાં જીત સાથે ભારતીય ટીમે કેટલાક મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. ભારતીય ટીમે શ્રીલંકા સામે વનડેમાં 95મી જીત મેળવી હતી. હવે તે કોઈપણ એક ટીમ સામે સૌથી વધુ મેચ જીતવાના મામલે સંયુક્ત રીતે નંબર વન પર આવી ગઈ છે. આ મામલામાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની બરાબરી કરી છે જેણે 95 મેચ જીતી હતી.


વનડેમાં એક ટીમ સામે સૌથી વધુ જીત


95- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (141 મેચ)


95- ભારત વિરુદ્ધ શ્રીલંકા (164 મેચ)


92- પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા (155 મેચ)


87- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ (155 મેચ)


80- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત (143 મેચ)