Arshdeep Singh Rahul Dravid Team India: છેલ્લા કેટલાક મહિનામાં  યુવા ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનું સારુ પ્રદર્શન T20 માં ભારતીય ટીમ માટે શ્રેષ્ઠ વસ્તુઓમાંથી એક છે. જસપ્રિત બુમરાહ T20 વર્લ્ડ કપમા નહી હોવાના કારણે અર્શદીપ ટૂર્નામેન્ટમાં ભારત માટે રમી રહ્યો છે, તેણે પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સામે નવા બોલથી 7.83ના ઇકોનોમી રેટથી સાત વિકેટ ઝડપી છે. તે હાલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.


ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેમનો વિકાસ કંઈક એવો રહ્યો છે જે ભારતના વર્તમાન મુખ્ય કોચ, રાહુલ દ્રવિડ માટે ખૂબ જ ખુશીની વાત છે, જેઓ ભારતની ડેથ બોલિંગ સમસ્યાઓને દૂર કરવા માટે અર્શદીપ તરફ જોઈ રહ્યા છે.


તેમણે કહ્યું, "જુઓ, આ અમારી રમતનું એક ક્ષેત્ર છે જેને અમે સુધારવા માંગીએ છીએ. સ્વાભાવિક છે કે બુમરાહ અમારા ખેલાડીઓમાંનો એક હતો જેને તે બે ઓવર ફેંકવા માટે આગળ કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં અમે યુવા અર્શદીપે જે રીતે ફોર્મમાં સુધારો કર્યો તેને  જોઈને ખુશ છીએ. જો તમે મને નવેમ્બરમાં પૂછ્યું હોત જ્યારે મેં પ્રથમ વખત પદભાર  સંભાળ્યું અને મારા મગજમાં બોલરોની યાદી હતી, તો અર્શદીપ ચોક્કસપણે તેમાંથી એક હતો. તેની પાસે સારી આઈપીએલ હતી. પરંતુ તે પછી તેણે જે રીતે ટીમમાં પ્રવેશ કર્યો અને ખરેખર સારું પ્રદર્શન કર્યું."


ઉલ્લેખનીય છે કે અર્શદીપ સિંહ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે T20 વર્લ્ડ કપ 2022માં ભારત માટે રમાયેલી 3 મેચમાં 7 વિકેટ લીધી છે. આ દરમિયાન અર્શદીપે 12 ઓવર કરી અને 72 રન આપ્યા. જો આ વખતે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરની વાત કરીએ તો તે છે શ્રીલંકાના વાનિંદુ હસરંગા. તેણે 7 મેચમાં 13 વિકેટ લીધી છે. 


શું કહે છે હવામાન રિપોર્ટ -
વેધર રિપોર્ટ પ્રમાણે છેલ્લા બે દિવસથી એડિલેડમાં સતત વરસાદ પડી રહ્યો છે, અને જો વરસાદ કાલે પણ ચાલુ જ રહેશે, તો ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. જો આવુ થશે તો ટીમ ઇન્ડિયાનુ સેમિ ફાઇનલનુ સમીકરણ બગડી શકે છે. હવામાન વિભાગે જાણકારી આપી છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં વરસાદ વિલન બની શકે છે. એડિલેડનુ વાતાવરણ વરસાદી છે. ત્યા તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે, તે સમયે થોડો વરસાદ પણ પડશે. જોકે, હવે મેચ દરમિયાન વરસાદ કેટલી રમત બગાડી શકે છે તો તે કાલે જ ખબર પડશે. 


પૉઇન્ટ ટેબલ પર શું છે ભારતની સ્થિતિ 
પૉઇન્ટ ટેબલ પર નજર કરીએ, તો ભારતની સ્થિતિ ખુબ મજબૂત છે, પરંતુ એક હાર ટીમને જોખમમાં મુકી શકે છે. અત્યારે ભારતીય ટીમ પૉઇન્ટ ટેબલમાં 4 પૉઇન્ટ સાથે નંબર બે પર છે. સેમિ ફાઇનલમાં જગ્યા બનાવવા માટે ભારતે પોતાના છેલ્લા બન્ને મુકાબલામાં જીત નોંધાવવી પડશે. પરંતુ જો વરસાદ પડશે, તો પૉઇન્ટની વહેંચણી થઇ જશે અને ભારત માટે ચિંતા રહેશે.