India vs England: એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચોની સીરીઝ માટે ભારતીય ટીમ પહેલાં જ ઈંગ્લેન્ડ રવાના થઈ ચુકી હતી. હવે હેડ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid)ની સાથે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને શ્રેયસ અય્યર ઈંગ્લેન્ડ જવા માટે રવાના થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બીસીસીઆઈ કેએલ રાહુલની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમમાં લેવા માંગે છે.
પહેલાં પ્રેક્ટિસ મેચ રમાશેઃ
ટીમ ઈન્ડિયાના બધા સીનિયર ખેલાડીઓ પહેલાં જ ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે. હવે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટી20 મેચોની સીરીઝ ટાઈ થયા બાદ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ સહિત વાઈસ કેપ્ટન ઋષભ પંત અને શ્રેયસ અય્યર ફ્લાઈટમાં સવાર થઈને ઈંગ્લેન્ડ જવા રવાના થયા છે. ટેસ્ટ મેચ રમાય તે પહેલાં ભારતીય ટીમ 24 જૂનના રોજ એક પ્રેક્ટિસ મેચ રમશે. પંત અને અય્યર હાલ દક્ષિણ આફ્રિકા સામે ટી20 સીરીઝ રમી રહ્યા હતા. જો કે, સીરીઝમાં બંને ખેલાડીઓનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નહોતું.
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાઃ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ના. (કેએલ રાહુલની જગ્યાએ મયંક અગ્રવાલનો સમાવેશ થઈ શકે છે.)
ટેસ્ટ સીરીઝની 5મી ટેસ્ટઃ એજબેસ્ટનમાં 1 થી 5 જુલાઈ દરમિયાન રમાશે.
ટી20 સીરીઝનો કાર્યક્રમઃ
પહેલી ટી20: 7 જુલાઈ, એજેસ બાઉલ
બીજી ટી20: 9 જુલાઈ, એજબેસ્ટન
ત્રીજી ટી20: 10 જુલાઈ, ટ્રેંટ બ્રિજ
વનડે સીરીઝનો કાર્યક્રમઃ
પહેલી વનડેઃ 12 જુલાઈ, ઓવલ
બીજી વનડેઃ 14 જુલાઈ, લોર્ડ્સ
ત્રીજી વનડેઃ 17 જુલાઈ, મેંચેસ્ટર
આ પણ વાંચોઃ