નવી દિલ્હીઃ ભારતના પૂર્વ સ્ટાર બેટ્સમેન અને હાલનામાં નેશનલ ક્રિકેટ એકેડમીના પ્રમુખ રાહુલ દ્રવિડ શ્રીલંકા જનાર ભારતીય ટીમના કોચ હશે. બીસીસીઆઈના અધિકારીઓએ આ જાણકારી ન્યૂઝ એજન્સી એએનઆઈને આપી છે.


શ્રીલંકામાં ભારતીય ટીમ જુલાઈ મહિનામાં છ મેચની સિરીઝ રમશે. જ્યારે ટીમના હાલના કોચ રવિ શાસ્ત્રી, ભરત અરૂણ અને વિક્રમ રાઠોડ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ટીમ સાથે હશે.


અધિકારીએ કહ્યું કે, ‘ ટીમ ઇન્ડિયાનો કોચિંગ સ્ટાફ યૂકેમાં હશે અને યુવા ટીમ માટે રાહુલ દ્રવિડનું માર્દર્શન શ્રેષ્ઠ રહેશે. કારણ કે તે પહેલાથી જ યુવા ખેલાડીઓ સાથે કામ કરી રહ્યા છે.’


નોંધનીય છે કે, આઈસીસી વલ્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 18 જૂનના રોજ ઇંગ્લેન્ડના સાઉથેમ્પટનમાં રમાશે. આ દમરિયાન બીસીસીઆઈએ શ્રીલંકા પ્રવાસ પર ભારતની બી ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. આ જ કારણે પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડને શ્રીલંકા પ્રવાસ માટે ટીમના કોચ બનાવવામાં આવ્યા છે.






આ બીજી એવી ઘટના છે જ્યારે ભારતીય ટીમ એક સાથે બે દોશના પ્રવાસ પર આંતરરાષ્ટ્રીય સીરીઝ રમવા જઈ રહી છે.


નોંધનીય છે કે, રાહુલ દ્રવિડ ભારતીય ટીમ સાથે આ પહેલા પણ 2014માં ઇંગ્લેન્ડ પ્રવાસ પર બેટિંગ કન્સલટન્ટ તરીકેની ભૂમિકા ભજવી ચૂક્યા છે. આ દરમિયાન તેના માર્ગદર્શનમાં વિરાટ કોહલી, રહાણે અને મુરલી વિજય જેવા બેટ્સમોનોએ બેટિંગના પાઠ શીખ્યા હતા.


આ ઉપરાંત અંડર-19 ભારતીય ટીમની સાથે પણ દ્રવિડના અનુભવ ઘણાં સારા રહ્યા છે. તેની કોચિંગમાં ભારતીય અંડર-19 ટીમ 2016માં રનર – અપ રહી હતી તો તે 2018માં ટીમે ખિતાબ પોતાના નામે કર્યો હતો.


બીસીસીઆઈએ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે કોવિડ પ્રોટોકોલ્સ અને બાયોબબલને ધ્યાનમાં રાખતા એક મોટી ટીમની જાહેરાત કરી છે. જેની કમાન સીનિયર ટીમના કેપ્ટન વિરાટ કોહીલના હાથમાં હશે. જોકે હજુ સુધી બીસીસીઆઈ તરફથી શ્રીલંકા પ્રવાસ માટે ટીમની જાહેરાત કરવામાં આવી નથી.