IPL Auction 2022: આઈપીએલની મેગા હરાજીનો આજે પ્રથમ દિવસ છે. અત્યાર સુધીમાં અનેક ભારતીય અને વિદેશી ખેલાડીની કિસ્મત ચમકી ચુકી છે. જ્યારે કેટલાક દિગ્ગજોને કોઈ ખરીદદાર નથી મળ્યા. આ દરમિયાન ગુજરાત ટાઈટન્સે રાહુલ તેવટીયાને 9 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.    તેની મૂળ કિંમત 40 લાખ છે. તેવટિયા ગત સિઝન સુધી આરઆરનો હિસ્સો હતો. 



ગુજરાત ટાઈટન્સને કોને ખરીદ્યો


ગુજરાત ટાઈટન્સે 20 લાખની બેસ પ્રાઇઝ ધરાવતા અભિનવ સદરંગાનીને 2.60 કરોડમાં ખરીદ્યો છે. 27 વર્ષીય આ ખેલાડીનો જન્મ બેંગ્લોરમાં થયો છે. તે જમણેરી બેટ્સમેન છે અને લેગબ્રેક બોલિંગ પણ કરે છે. આ ગુજરાત ટાઈટન્સે ન્યુઝીલેન્ડના લોકી ફર્ગ્યુસનને 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. 


ગુજરાત ટાઈટન્સના એક સહિત આ 9 ખેલાડીઓ લાગી લોટરી


અત્યાર સુધી યોજાયેલી હરાજીમાં 9 ખેલાડીઓને 10 કરોડથી વધુની રકમ મળી છે. જેમાં ઈશાન કિશન, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, શ્રેયસ અય્યર, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષલ પટેલ, લોકી ફર્ગ્યુસન, નિકોલસ પૂરન અને વાનિન્દુ હસરંગાનો સમાવેશ થાય છે.


આ ખેલાડીઓને ન મળ્યાં કોઈ ખરીદદાર


અફઘાનિસ્તાનના સ્ટાર ઓલરાઉન્ડર મોહમ્મદ નબીને ખરીદદારો મળ્યા નથી. તેની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા હતી. આ સિવાય મિસ્ટર આઈપીએલ તરીકે જાણીતા સુરેશ રૈના, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથ, બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન અને દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરને કોઈ ખરીદદાર મળ્યા નથી. ભારતના લેગ સ્પીનર અમિત મિશ્રા અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ વેડ અને એડમ ઝેમ્પાને પણ કોઈ ખરીદ્યા નથી. સાઉથ આફ્રિકાના ઈમરાન તાહિર, ઈંગ્લેન્ડના આદિલ રશીદ, અફઘાનિસ્તાનના મુજીબ ઝરદાનને કોઈએ હરાજીમાં ખરીદ્યા નથી.


 


શાર્દુલને કોણે ખરીદ્યો


લોર્ડ શાર્દુલ ઠાકુરને દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો છે. દિલ્હી કેપિટલ્સે આ માટે 10.75 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. અત્યાર સુધીમાં 9 ખેલાડીઓને 10 કરોડથી વધારે રકમમાં ખરીદવામાં આવ્યા છે.


પ્રસિદ્ધ ક્રિષ્નાને લાગી લોટરી


વેસ્ટ ઈન્ડિઝ સામેની વન ડે સીરિઝમાં શાનદાર બોલિંગ કરનારા તથા આઈપીએલમાં પણ પોતાની બોલિંગથી પ્રભાવિત કરનારા પ્રસિદ્ધ ક્રિષ્નાને પણ લોટરી લાગી છે. રાજસ્થાન રોયલ્સે પ્રસિદ્ધ ક્રિષ્નાને 10 કરોડમાં કરારબદ્ધ કર્યો છે.