નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની પૂર્વ ચેમ્પિયન રાજસ્થાન રૉયલ્સને લીગના આ વર્ષ માટે નવો પાર્ટનર મળી ગયો છે, ટીમે આઇપીએલની 13મી સિઝન માટે APIS હનીને પોતાનો પાર્ટનર બનાવ્યો હોવાની જાહેરાત કરી છે. આઇપીએલની 13 સિઝન આગામી 19 સપ્ટેમ્બરથી યુએઇમાં શરૂ થઇ રહી છે.
એક નિવેદનમાં કહેવામાં આવ્યુ કે APIS હની રાજસ્થઆન રૉયલ્સના પ્રમુખ અગ્રણી પાર્ટનરમાંના એક છે. આ લોગોને દુનિયાભરના પ્રમુખ ક્રિકેટના નામોથી આખી આઇપીએલમાં સપોર્ટ કરવામાં આવશે. રાજસ્થાન રૉયલ્સના બેટ્સમેન રોબિન ઉથપ્પાએ કહ્યું કે, એક ખેલાડી તરીકે સ્વસ્થ અને ફિટ રહેવુ આવશ્યક છે, અને હની અમારા રોજિંદા જીવનમાં આના માટે એક મહત્વપૂર્ણ ઘટક છે.
આઇપીએલની 13મી સિઝનની શરૂઆત આગામી 19 સપ્ટેમ્બરથી યુએઇમાં થઇ રહી છે. બીસીસીઆઇએ હજુ સુધી કાર્યક્રમોની જાહેરાત નથી કરી. ઉલ્લેખનીય છેકે સંયુક્ત આરબ અમિરાત- યુએઇમાં બુધવાર અને ગુરુવારે બે દિવસમાં 1349 નવા કોરોનાના કેસો સામે આવ્યા છે. આઇપીએલ શિડ્યૂલ જાહેર કરે તે પહેલા કોરોનાના વધેલા કેસો સામે આવતા બીસીસીઆઇની ચિંતા વધી છે.
રાજસ્થાન રૉયલ્સને આઇપીએલ 2020 માટે મળ્યો નવો પાર્ટનર, જાણો કોની સાથે કર્યો કરાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Sep 2020 02:05 PM (IST)
ટીમે આઇપીએલની 13મી સિઝન માટે APIS હનીને પોતાનો પાર્ટનર બનાવ્યો હોવાની જાહેરાત કરી છે. આઇપીએલની 13 સિઝન આગામી 19 સપ્ટેમ્બરથી યુએઇમાં શરૂ થઇ રહી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -