Ishan Kishan Jharkhand Team Captain: ઝારખંડ રાજ્ય ક્રિકેટ ટીમનો વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન રણજી ટ્રોફી 2024-25 સીઝનની પ્રથમ બે મેચ માટે કેપ્ટન તરીકે પરત ફર્યો છે. ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (JSCA) એ બુધવારે પ્રતિષ્ઠિત સ્થાનિક રેડ-બોલ ટુર્નામેન્ટ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જે 11 ઓક્ટોબરથી શરૂ થશે. ઈશાન કિશન માટે આ એક મહત્વની તક છે, કારણ કે તે સારું પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીમાંથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે.             


આ સિઝન ઇશાન કિશન માટે નવા પડકારોનો સામનો કરવાની સુવર્ણ તક છે. ઋષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ કિશનને ભારતીય ટીમમાં વિકેટકીપરની જવાબદારી સોંપવામાં આવી હતી. તેણે એક વર્ષ સુધી આ ભૂમિકા ભજવી હતી, પરંતુ ODI વર્લ્ડ કપ 2023 પછી તેણે માનસિક થાકને કારણે ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો.        


કિશન બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર છે
બીસીસીઆઈએ તેને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપી હતી, પરંતુ કિશન તે સમયે તેનાથી દૂર રહ્યો હતો. IPL 2024 પહેલા, તેણે DY પાટિલ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો, ત્યારબાદ તેને BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. હવે રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કર્યા બાદ તે ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસી કરવાનું સપનું જોઈ શકે છે.           


ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું
ઈશાને આ વર્ષે ફેબ્રુઆરીમાં ડીવાય પાટિલ T20 કપમાં વાપસી કરી હતી, જેના કારણે તેનું નામ ફરી ચર્ચામાં આવ્યું હતું. તેણે ઘરેલું ક્રિકેટમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે, જેમાં દુલીપ ટ્રોફીમાં ઈન્ડિયા C માટે સદી ફટકારવાનો પણ સમાવેશ થાય છે.              


ઝારખંડ રણજી ટીમઃ ઈશાન કિશન (કેપ્ટન), વિરાટ સિંહ (વાઈસ-કેપ્ટન), કુમાર કુશાગરા (વિકેટકીપર), નાઝીમ સિદ્દીકી, આર્યમન સેન, શરણદીપ સિંહ, કુમાર સૂરજ, અનુકુલ રોય, ઉત્કર્ષ સિંહ, સુપ્રિયો ચક્રવર્તી, સૌરભ શેખર, વિકાસ કુમાર, વિવેકાનંદ તિવારી, મનીષી, રવિ કુમાર યાદવ અને રૌનક કુમાર.                    


આ પણ વાંચો : IND vs BAN: યુવા ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવ્યું,રિંકુ-નીતીશના તોફાન પછી બોલરોએ વર્તાવ્યો કહેર