Sheldon Jackson Career: સૌરાષ્ટ્રના વિકેટકીપર બેટ્સમેન શેલ્ડન જેક્સને પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. શેલ્ડન જેક્સનને ઘરેલુ ક્રિકેટમાં સૌથી સફળ વિકેટકીપરોમાંના એક ગણવામાં આવે છે. જોકે, આ ખેલાડીને ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી નહીં. પરંતુ ઘરેલુ ક્રિકેટમાં શેલ્ડન જેક્સનના આંકડા આશ્ચર્યજનક છે. શેલ્ડન જેક્સને ઘરેલુ ક્રિકેટમાં 11૦૦૦થી વધુ રન બનાવ્યા છે. ઉપરાંત, શેલ્ડન જેક્સનના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 7000થી વધુ રન છે. જોકે, આ વિકેટકીપર બેટ્સમેને પ્રોફેશનલ ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે.
શેલ્ડન જેક્સનના આંકડા શું કહે છે?
શેલ્ડન જેક્સને પોતાની કારકિર્દીમાં 105 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. જેમાં તેણે 46.12ની સરેરાશ અને 60.76ના સ્ટ્રાઇક રેટથી 7242 રન બનાવ્યા હતા. શેલ્ડન જેક્સને ફર્સ્ટ ક્લાસ મેચોમાં 21 સદી ફટકારી હતી. આ ઉપરાંત, તેણે 39 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો. આ ફોર્મેટમાં શ્રેષ્ઠ સ્કોર 186 રન છે. શેલ્ડન જેક્સને 86 લિસ્ટ એ મેચોની 84 ઇનિંગ્સમાં 2792 રન બનાવ્યા હતા. તેણે લિસ્ટ A મેચોમાં 36.25 અને 83.34ની સરેરાશથી રન બનાવ્યા હતા. આ ફોર્મેટમાં 9 સદી ઉપરાંત વિકેટકીપર બેટ્સમેને 14 અડધી સદી ફટકારી છે. જ્યારે બેસ્ટ સ્કોર 150 રન નોટઆઉટ છે.
IPL મેચોમાં શેલ્ડન જેક્સનનું પ્રદર્શન કેવું રહ્યું?
આ ઉપરાંત શેલ્ડન જેક્સને 84 ટી-૨૦ મેચમાં 1812 રન ફટકાર્યા હતા. આ ફોર્મેટમાં 1 સદી ઉપરાંત તેણે 11 અડધી સદી ફટકારી છે. જ્યારે શેલ્ડન જેક્સન આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો. આઈપીએલ મેચોમાં શેલ્ડન જેક્સને 9 મેચોમાં 61 રન બનાવ્યા છે. શેલ્ડન જેક્સન છેલ્લે IPL 2022 સીઝનમાં જોવા મળ્યો હતો. પરંતુ આ પછી તેને IPL રમવાની તક મળી નહીં.
ઇગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડે અગાઉ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, અચાનક લીધો મોટો નિર્ણય