ICC Men's T20I Player Rankings: ટી20 ઇન્ટરનેશનલમાં બેટ્સમેનોમાં માત્ર સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ની જ બોલબાલા થઇ રહી છે. સૂર્યા સતત રેન્કિંગમાં ટૉપ પર ટકી રહ્યો છે. બુધવારે જાહેર કરવામા આવેલા તાજા આઇસીસી રેન્કિંગમાં સૂર્યા ઉપરાંત અર્શદીપ સિંહ (Arshdeep Singh) પણ ચમક્યો છે. આ વખતે અર્શદીપ સિંહે અત્યાર સુધીની પોતાની કેરિયરની બેસ્ટ રેન્કિંગ હાંસલ કરી છે. અર્શદીપ સિંહ 23માં સ્થાન પર આવી ગયો છે, એકબાજુ સૂર્યા બેટિંગમાં સતત ધમાલ મચાવી રહ્યો છે, તો બીજીબાજુ અર્શદીપ સિંહ સતત બેટ્સમેનોને પોતાની જાળમાં ફંસાવી રહ્યો છે. 


ટી20 વર્લ્ડકપમાં બતાવ્યો બન્નેએ પોતાનો દમ 
આ ટી20 વર્લ્ડકપમાં આ બન્ને ભારતીય ખેલાડીઓ પોતાની કલાનું જોર બતાવ્યુ છે. અર્શદીપ સિંહની વાત કરીએ તો તેને બૉલિંગ કરતાં અત્યાર સુધી આ ટી20 વર્લ્ડકપ 2022માં 10 વિકેટો ઝડપી લીધી છે. આ દરમિયાન તેની એવરેજ 14.10ની રહી છે, વળી, તેની ઇકોનૉમી (7.83) પણ શાનદાર રહી છે. એશિયા કપમાં ખરાબ રીતે ટ્રૉલ થયા બાદ ટી20 વર્લ્ડકપમાં પોતાની તાકાત બતાવી છે. વળી, શ્રીલંકાના સ્ટાર સ્પીનર વાનિન્દુ હસરંગા ટી20 રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગયો છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનનો રાશિદ ખાન નંબર બીજા પર છે, આ પછી ઓસ્ટ્રેલિયન બૉલર જૉસ હેઝલવુ નંબર ત્રણ પર છે. 


સૂર્યકુમારનુ ફોર્મ છે કમાલનું -
આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં સૂર્યકુમાર યાદવ કમાલના ફોર્મમાં ચાલી રહ્યો છે, તેને અત્યાર સુધી રમેલી 5 મેચોમાં 3 ફિફ્ટી ફટકારી દીધી છે. વળી, તે વર્લ્ડકપમાં અત્યાર સુધી 225 રન બનાવી ચૂક્યો છે. આ દરમિયાન તેની એવરેજ 75 થી પણ વધુની રહી છે, વળી, તેને આ ટી20 વર્લ્ડકપમાં 193 થી પણ વધુની સ્ટ્રાઇકથી રન બનાવી રહ્યો છે. 


ઝિમ્બાબ્વે વિરુદ્ધ કરી હતી 360 ડિગ્રી સ્ટાઇલમાં બેટિંગ - 
ઝિમ્બાબ્વે વિરુદ્ધ મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પોતાના બેટથી તોફાન મચાવી દીધુ હતુ. તેને આ મેચમાં 25 બૉલ પર 61 રનોની તાબડતોડ ઇનિંગ રમી હતી, તેને પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. 


ટી20 વર્લ્ડકપ 2022માં સૂર્યાની ધમાલ  -


પહેલી મેચ, ભારત વિરુદ્ધ પાકિસ્તાન – 15 રન 10 બૉલ


બીજી મેચ, ભારત વિરુદ્ધ નેધરલેન્ડ્સ – 51 રન 25 બૉલ


ત્રીજી મેચ, ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા – 68 રન 40 બૉલ


ચોથી મેચ, ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ – 30 રન 16 બૉલ


પાંચમી મેચ, ભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વે – 61 રન 25 બૉલ