Sandeep Lamichhane Rape Case: તાજેતરમાં જ ક્રિકેટ જગતમાંથી એક ચોંકાવી દેનારી અને શરમજનક ખબર સામે આવી છે. એક ક્રિકેટર પર છોકરી સાથે બળજબરી પૂર્વક રેપ કરવાનો આરોપ લાગ્યો છે, અને હવે તેની વિરુદ્ધ ધરપકડ વૉરંટ પણ ઇશ્યૂ થઇ ચૂક્યુ છે. આ ઘટના નેપાલની છે, અને આ સ્ટાર ક્રિકેટર નેપાલ ટીમનો કેપ્ટન સંદીપ લામિછાને છે.


22 વર્ષીય સંદીપ લામિછાને નેપાલ ક્રિકેટ ટીમને કેપ્ટન હોવા ઉપરાંત એક સ્ટાર ક્રિકેટર છે, ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ આઇપીએલમાં પણ રમી ચૂક્યો છે. ખાસ વાત છે કે, ધરપડક વૉરંટ ઇશ્યૂ થયા બાદ પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી છે, જોકે, રિપોર્ટ પ્રમાણે સંદીપ લામિછાને દેશ છોડીને ભાગી ગયો છે. હાલમાં ક્રિકેટર ફરાર છે. લોકોને ખબર નથી કે સંદીપ લામિછાને ક્યાં છે અને તેનુ લૉકેશન શુ છે. જોકે, સંદીપ લામિછાને એક સોશ્યલ મીડિયા પૉસ્ટ શેર કરીને પોતાનો નિર્દેષ ગણાવ્યો છે. હાલમાં ઇન્ટરપૉલ તેની શોધખોળમાં લાગી છે. ઇન્ટરપૉલે સંદીપ લામિછાને વિરુદ્ધ 'ડિફ્યૂઝન' નૉટિસ જાહેર કરી દીધી છે. નેપાળ ક્રિકેટ ટીમનો કેપ્ટન સંદીપ લામિછાને કાઠમંડુની એક હોટલમાં 17 વર્ષની સગીર છોકરી પર દુષ્કર્મ કરવાના આરોપમાં ખરાબ રીતે ફસાઈ ગયો છે. 



સંદીપ લામિછાને નેપાળ ક્રિકેટ ટીમનો કેપ્ટન છે, પરંતુ રેપના આરોપ બાદ નેપાળ ક્રિકેટ એસોસિએશન (CAN)એ 8 સપ્ટેમ્બરે જ એક આદેશ જારી કરીને સંદીપને સસ્પેન્ડ કરી દીધો હતો. સંદીપ પર કાઠમંડુની એક હોટલમાં 17 વર્ષની સગીર છોકરીએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે એક કોર્ટે સંદીપ વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કર્યું હતું.


22 વર્ષીય સંદીપે પોતાને બીમાર અને નિર્દોષ ગણાવતી એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી છે. તેણે પોસ્ટમાં લખ્યું, 'મારી વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે, જેના કારણે હું માનસિક રીતે પરેશાન છું. શું કરવું, શું ન કરવું એ સમજાતું નથી. હું બીમાર છું, પરંતુ હવે મારી તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. હું મારા પર લાગેલા આરોપો સામે લડવા માટે તૈયાર છું અને જલ્દી જ મારા વતન પરત ફરવાની યોજના બનાવી રહ્યો છું.