Oldest To Take Five Wickets Haul For India: ભારતીય ટીમે ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશને હરાવ્યું છે. રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ 280 રનથી શાનદાર જીત નોંધાવી હતી. બીજી ઈનિંગમાં ભારત તરફથી રવિ અશ્વિન સૌથી સફળ બોલર રહ્યો હતો. રવિ અશ્વિને 21 ઓવરમાં 88 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ રીતે રવિ અશ્વિન ભારત માટે ટેસ્ટ મેચમાં મોટી ઉંમરે 5 વિકેટ લેનાર બોલર બની ગયો છે.


 






રવિ અશ્વિને પ્રથમ દાવમાં સદી ફટકારી હતી. જ્યારે બાંગ્લાદેશની બીજી ઇનિંગમાં રવિ અશ્વિને 6 વિકેટ ઝડપી હતી. વાસ્તવમાં, આ ચોથી વખત છે જ્યારે રવિ અશ્વિને ટેસ્ટમાં સદી ફટકારવા સિવાય 5 વિકેટ પોતાના નામે કરી હોય. રવિ અશ્વિન એક જ ટેસ્ટમાં સદી અને  5 વિકેટ ઝડપનાર ખેલાડીઓની યાદીમાં બીજા નંબર પર બની ગયો છે. આ યાદીમાં ઈંગ્લેન્ડનો પૂર્વ ઓલરાઉન્ડર ઈયાન બોથમ પ્રથમ નંબરે છે.


ઈયાન બોથમે આ સિદ્ધિ 5 વખત નોંધાવી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ દિગ્ગજ ગેરી સોબર્સ, પાકિસ્તાનના મુશ્તાક મોહમ્મદ, દક્ષિણ આફ્રિકાના જેક કાલિસ, બાંગ્લાદેશના શાકિબ અલ હસન અને ભારતના રવિન્દ્ર જાડેજાએ બે-બે વાર આ કારનામું કર્યું છે.


 






તમને જણાવી દઈએ કે રવિ અશ્વિને પ્રથમ ઈનિંગમાં 133 બોલમાં 113 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 11 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. બાંગ્લાદેશની પ્રથમ ઇનિંગમાં રવિ અશ્વિન વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. પરંતુ આ ઓફ સ્પિનરે બીજી ઇનિંગમાં શાનદાર વાપસી કરી હતી. બાંગ્લાદેશની બીજી ઇનિંગમાં રવિ અશ્વિને 6 વિકેટ ઝડપી હતી. આ સાથે જ ભારતીય ટીમે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું હતું. આ રીતે ભારતીય ટીમ 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે.


આ પણ વાંચો...


IND vs BAN 1st Test: ટીમ ઈન્ડિયાની પ્રથમ ટેસ્ટમાં શાનદાર જીત, બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું; અશ્વિને ઈતિહાસ રચ્યો