IND vs BAN:    લાંબા વિરામ બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી રહેલા વિરાટ કોહલી માટે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી બાંગ્લાદેશ સામેની 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ કંઈ ખાસ નહોતી. વિરાટ કોહલી આ મેચની પ્રથમ ઇનિંગમાં માત્ર 6 રન બનાવી શક્યો હતો, જ્યારે બીજી ઇનિંગમાં તેના બેટમાંથી 17 રન જોવા મળ્યા હતા. આ મેચમાં ભલે વિરાટ કોહલી માત્ર 23 રન જ બનાવી શક્યો, પરંતુ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો જે સચિન તેંડુલકરના નામે હતો. કિંગ કોહલી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘરઆંગણે સૌથી ઓછી ઇનિંગ્સમાં 12000 રનનો આંકડો પાર કરનાર ખેલાડી બની ગયો છે.   


ચેન્નાઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગ દરમિયાન વિરાટ કોહલીએ પોતાનો 5મો રન પૂરો કરતાની સાથે જ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘરઆંગણે સૌથી ઓછી ઇનિંગ્સમાં 12000 રન પૂરા કરનાર ખેલાડી બની ગયો. કોહલીએ માત્ર 243 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો જેણે 267 ઇનિંગ્સમાં ઘરઆંગણે પોતાના 12000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા હતા.  ઘરઆંગણે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે કોહલી માત્ર સચિન તેંડુલકરથી પાછળ છે, જેણે 14192 રન બનાવ્યા છે, જ્યારે કોહલીએ અત્યાર સુધીમાં 12012 રન બનાવ્યા છે.    


આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘર આંગણે સૌથી ઓછી ઇનિંગ્સમાં 12000 રન પૂરા કરનારા ખેલાડીઓ 


વિરાટ કોહલી - 243 ઇનિંગ્સ


સચિન તેંડુલકર - 267 ઇનિંગ્સ


કુમાર સંગાકારા - 269 ઇનિંગ્સ


જેક કાલિસ – 271 ઇનિંગ્સ


રિકી પોન્ટિંગ - 275 ઇનિંગ્સ


ઘરઆંગણે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવવાના મામલે કોહલી 5માં નંબર પર છે 


આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘરઆંગણે સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી હાલમાં 5માં સ્થાને છે, જેમાં સચિન તેંડુલકર પ્રથમ સ્થાને છે, રિકી પોન્ટિંગ 13117 રન સાથે બીજા સ્થાને છે, જેક કાલિસ ત્રીજા સ્થાને છે. 12305 રન શ્રીલંકન ટીમના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારા 12043 રન સાથે ચોથા સ્થાન પર છે.   


ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. આ પછી 287 રન બનાવીને બીજી ઇનિંગ ડિકલેર કરી દેવામાં આવી હતી.   


Shubman Gill Century: શુભમન ગિલે ટેસ્ટ કરિયરમાં ફટકારી પાંચમી સદી, બનાવ્યો આ રેકોર્ડ