Happy Birthday Ravindra Jadeja: ભારતીય ક્રિકેટ ટીમના સૌથી ફાસ્ટ અને ચતુર ફિલ્ડર, સૌથી ઓછા સમયમાં ઓવર પુરી કરનારા બૉલર અને જરૂરિયાતના સમયે તાબડતોડ બેટિંગ કરનારા રવિન્દ્ર જાડેજાનો આજે જન્મદિવસ છે. રવિન્દ્ર જાડેજા આજે પોતાનો 34મો જન્મ દિવસ મનાવી રહ્યો છે. રવિન્દ્ર જાડેજાનો જન્મ 6 ડિસેમ્બર, 1988 માં ગુજરાતના જામનગરમાં થયો હતો, રવિન્દ્ર જાડેજાએ પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનથી ટીમ ઇન્ડિયાના ટેસ્ટ, વનડે અને ટી20 ત્રણેય ફોર્મેટમાં જગ્યા બનાવી છે. હાલ તે ઇજાના કારણે ટીમ ઇન્ડિયામાંથી બહાર છે. રવિન્દ્ર જાડેજાને દુનિયાના ક્રિકેટ દિગ્ગજો એક મજૂબત ખેલાડી તરીકે ઓળખે છે, પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે તેને ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ. જાણો રવિન્દ્ર જાડેજાની લાઇફ વિશે........ 


ચોકીદારનું કામ કરતા હતા પિતા, માંના નિધન બાદ છોડી દીધી હતી ક્રિકેટ - 
ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ જાડેજા એક ખાનગી કંપનીમાં ચોકીદાર હતા, તે પોતાના દીકરાને ભારતીય સેનામાં ઓફિસર બનાવવા માંગતા હતા, પરંતુ રવિન્દ્ર જાડેજા પહેલાથી ક્રિકેટર બનાવા માંગતો હતો. તે બાળપણથી જ પોતાના પિતાથી આ વાતને લઇને ખુબ ડરતો હતો. વર્ષ 2005માં દૂર્ઘટના ઘટી, રવિન્દ્ર જાડેજાની માંનુ નિધન થઇ ગયુ. આ દૂર્ઘટનાથી રવિન્દ્ર જાડેજાને એટલો બધો આઘાત લાગ્યો કે તેને લગભગ ક્રિકેટ રમવાનુ છોડી દીધુ હતુ. પરંતુ બાદમાં તેને કૉચની મદદ મળી અને ફરીથી ક્રિકેટ રમવાનુ શરૂ કર્યુ. બાદમાં પોતાનો જલવો બતવ્યો હતો. 


આઇપીએલમાં બેસ્ટ પરફોર્મ કરીને ભારતીય ટીમમાં જગ્યા બનાવી, રવિન્દ્ર જાડેજાએ ડૉમેસ્ટિક ક્રિેકેટમાં પણ સારુ પ્રદર્શન કર્યુ અને બાદમાં દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. સૌથી પહેલા તેને વર્ષ 2009 માં ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો, વનડેમાં તેને પોતાના પહેલા 4 વર્ષોમાં કંઇક ખાસ ના કર્યુ, પરંતુ ઇંગ્લેન્ડમાં 2013માં રમાયેલી ચેમ્પીયન્સ ટ્રૉફીમાં તેને સૌથી વધુ વિકેટો ઝડપી અને ગૉલ્ડન બૉલ જીત્યો હતો. જે પછી તેને પાછળ વળીને જોયુ નથી. 


રવિન્દ્ર જાડેજાની ક્રિકેટ કેરિયરની વાત કરીએ તો તેને અત્યારે સુધી 171 વનડે, 64 ટી20 અને 60 ટેસ્ટ મેચો રમી છે. વનેડમાં જાડેજાએ 32.62ની એવરેજથી 2447 રન બનાવ્યા છે, અને 189 વિકેટો પોતાના નામે કરી છે. ટી20માં તેને 457 રન બનાવ્યા છે અને 51 વિકેટો ઝડપી છે. આ ઉપરાંત 36.56ની એવરેજથી 2523 રન બનાવ્યા છે અને 242 વિકેટો પોતાના નામે કરી છે.