Ravindra Jadeja's achievements in international cricket: ભારત અને ઇંગ્લેન્ડ નાગપુરમાં સામસામે હતા. બંને ટીમો પ્રથમ વનડે મેચ રમી રહી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ફિલિપ સોલ્ટ અને બેન ડકેટની ઓપનિંગ જોડીએ ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી અને માત્ર 8 ઓવરમાં 71 રન બનાવ્યા હતા. જો કે આ પછી ફિલિપ સોલ્ટ બીજી જ ઓવરમાં રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. સોલ્ટ પેવેલિયન પરત ફર્યાની બીજી જ ઓવરમાં હર્ષિત રાણાએ 2 વિકેટ લઈને ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો હતો.
આ પછી જો રૂટ અને સુકાની જોસ બટલરે સાથે મળીને ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ થઈ શક્યા ન હતા. જો રૂટ સસ્તામાં આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ રૂટને આઉટ કર્યો હતો અને ત્યારબાદ વધુ બે મોટા શિકાર કર્યા હતા.
રૂટના આઉટ થયા બાદ જોસ બટલરે એક છેડો સંભાળી લીધો અને અડધી સદી ફટકારી, પરંતુ બીજા છેડે તેને કોઈનો સાથ મળ્યો નહીં. પરિણામે બટલર પર દબાણ વધ્યું અને તે સ્પિનર અક્ષર પટેલનો શિકાર બન્યો. આ રીતે ઈંગ્લેન્ડની અડધી ટીમ 170 રનમાં જ પેવેલિયન પરત ફરી ગઈ હતી. બટલરે અડધી સદી ફટકાર્યા પછી, ટીમને લિયામ લિવિંગસ્ટોન અને બ્રેડન કાર્સ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ બંને સસ્તામાં આઉટ થઈ ગયા હતા. આ દરમિયાન જેકબ બેથેલ તેની અડધી સદી પૂરી કરવામાં સફળ રહ્યો હતો, પરંતુ ત્યારબાદ તેણે તેની વિકેટ રવિન્દ્ર જાડેજાને આપી હતી. ઈંગ્લેન્ડે 220 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી અને ત્યાં સુધીમાં જાડેજાના ખાતામાં 2 વિકેટ હતી. આ પછી જાડેજાએ આદિલ રાશિદના રૂપમાં પોતાનો ત્રીજો શિકાર લીધો અને આ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો.
વાસ્તવમાં, આદિલ રાશિદને આઉટ કર્યા બાદ જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 600 વિકેટ પૂરી કરી હતી. આ રીતે, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટ લેનારો માત્ર છઠ્ઠો ભારતીય બોલર બન્યો. આ પહેલા ભારત તરફથી માત્ર અનિલ કુંબલે, કપિલ દેવ, હરભજન સિંહ, આર અશ્વિન અને ઝહીર ખાને આ મોટી સિદ્ધિ મેળવી હતી. આ સાથે જ જાડેજાએ તે પસંદગીના ઓલરાઉન્ડરોની ખાસ ક્લબમાં પણ જગ્યા બનાવી લીધી છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 6000 રન બનાવવા ઉપરાંત 600 વિકેટ પણ પોતાના નામે કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 6000 રન અને 600 વિકેટ ઝડપનાર વિશ્વનો માત્ર છઠ્ઠો ખેલાડી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 6000 રન અને 600 વિકેટ ઝડપનાર ખેલાડીઓ:
કપિલ દેવ
વસીમ અકરમ
શોન પોલાક
ડેનિયલ વેટોરી
શાકિબ અલ હસન
રવિન્દ્ર જાડેજા
આ પણ વાંચો....
વિરાટ કોહલી તોડશે સચિનનો વર્લ્ડ રેકોર્ડ, પ્રથમ વખત થશે આવો ચમત્કાર