ભારતીય ટીમે જીત સાથે ICC ODI વર્લ્ડ કપ 2023ની શાનદાર શરૂઆત કરી છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. આ વર્લ્ડ કપમાં કાંગારૂ ટીમની પણ આ પ્રથમ મેચ હતી. પ્રથમ મેચમાં સ્ટાર સ્પિનરો રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે પોતાની બોલિંગથી ઓસ્ટ્રેલિયન ટીમને 199 રનમાં આઉટ કરી દીધી હતી. જાડેજાએ 3 અને કુલદીપે 2 વિકેટ ઝડપી હતી. 


રવિંદ્ર જાડેજાએ 10 ઓવરના સ્પેલમાં બે મેડન્સ સહિત 28 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપ મેચમાં ભારતીય સ્પિનરનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા આ રેકોર્ડ મનિન્દર સિંહના નામે હતો. તેણે દિલ્હીમાં 1987ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે 34 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરોમાં જાડેજા ત્રીજા સ્થાને આવી ગયો છે. જાડેજાએ કાંગારૂઓ સામે 37 વિકેટ ઝડપી છે. આ યાદીમાં કપિલ દેવ 45 વિકેટ અને મોહમ્મદ શમી 38 વિકેટ સાથે ટોચ પર છે. 


ભારતની શાનદાર જીત


ICC ODI વર્લ્ડ કપ 2023ની ભારતીય ટીમે જીત સાથે શાનદાર શરૂઆત કરી છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. આ વર્લ્ડ કપમાં કાંગારૂ ટીમની પણ આ પ્રથમ મેચ હતી. પ્રથમ મેચમાં સ્ટાર સ્પિનરો રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે પોતાની બોલિંગથી ઓસ્ટ્રેલિયન ટીમને 199 રનમાં આઉટ કરી દીધી હતી. જાડેજાએ 3 અને કુલદીપે 2 વિકેટ ઝડપી હતી. આ પછી ભારતીય ટીમને 200 રનનો આસાન ટાર્ગેટ મળ્યો, પરંતુ એક સમયે આ પણ અશક્ય લાગતું હતું.  આ પછી કિંગ કોહલીએ 85 રનની અણનમ ઈનિંગ રમી અને કેએલ રાહુલે ટીમ ઈન્ડિયાને જીત અપાવી.


ભારતે માત્ર બે રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી એવું લાગતું હતું કે ઓસ્ટ્રેલિયન ટીમ ઓછા સ્કોરિંગ મેચમાં મેચનો પલટો ફેરવી દેશે, પરંતુ વિરાટ કોહલી અને કેએલ રાહુલે હાર ન માની અને  ઓસ્ટ્રેલિયાના બોલરોના બોલનો સામનો કર્યો. બંનેએ ચોથી વિકેટ માટે 165 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. 
 
વર્લ્ડ કપની પાંચમી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ ભારતની જીતના હીરો રહ્યા હતા. 200 રનનો બચાવ કરતી વખતે ઓસ્ટ્રેલિયાએ માત્ર બે રનમાં ભારતની ત્રણ વિકેટ પાડી દીધી હતી. ત્યારપછી એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયન બોલરો સામે શરણાગતિ સ્વીકારશે, પરંતુ કોહલી અને રાહુલે પોતાની શાનદાર બેટિંગથી મેચને  પલટી દીધી.