Ravindra Jadeja record, IND vs WI: વેસ્ટ ઇન્ડીઝ સામે દિલ્હી ટેસ્ટના ચોથા દિવસે રવિન્દ્ર જાડેજાએ ચોથી વિકેટ લેતા જ કપિલ દેવનો પ્રતિષ્ઠિત રેકોર્ડ તોડી નાખ્યો. જાડેજા પાસે હવે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 33 ટેસ્ટ વિકેટ છે. કપિલ દેવે આ મેદાન પર 32 વિકેટ લીધી હતી. અનિલ કુંબલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે. કુંબલેએ આ મેદાન પર 7 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં કુલ 58 વિકેટ લીધી હતી.

Continues below advertisement

અશ્વિને આ મેદાન પર 5 ટેસ્ટ મેચમાં 33 વિકેટ લીધી છે. જાડેજાએ આ મેદાન પર કુલ 5 ટેસ્ટ મેચ રમી છે. કપિલ દેવે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 9 ટેસ્ટ મેચમાં 32 વિકેટ લીધી હતી.

ભારતમાં ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી

Continues below advertisement

અનિલ કુંબલે - 7 ટેસ્ટમાં 58 વિકેટરવિન્દ્ર જાડેજા - 5 ટેસ્ટમાં 33 વિકેટઅશ્વિન - 5 ટેસ્ટમાં 33 વિકેટકપિલ દેવ - 9 ટેસ્ટમાં 32 વિકેટબીએસ ચંદ્રશેખર - 5 ટેસ્ટમાં 23 વિકેટ

વધુમાં, રવિંદ્ર જાડેજા ભારતમાં રમતી વખતે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર ત્રીજો ભારતીય બોલર બન્યો છે. આમ કરીને, જાડેજાએ હરભજન સિંહને પાછળ છોડી દીધો છે.

ભારતીય ધરતી પર ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ 

476 - અનિલ કુંબલે (204 ઇનિંગ્સ)475 - રવિચંદ્રન અશ્વિન (193 ઇનિંગ્સ)377* - રવિન્દ્ર જાડેજા (199 ઇનિંગ્સ)376 - હરભજન સિંહ (199 ઇનિંગ્સ)319 - કપિલ દેવ (202 ઇનિંગ્સ)

જાડેજાએ જોન કેમ્પબેલને આઉટ કરીને આ રેકોર્ડ હાંસલ કર્યો 

જોન કેમ્પબેલને રવિંદ્ર જાડેજાએ એલબીડબ્લ્યુ આઉટ કર્યો. કેમ્પબેલે શાનદાર સદી ફટકારી અને 115 રન બનાવીને આઉટ થયો. પોતાની ઇનિંગમાં જોન કેમ્પબેલે 199  બોલનો સામનો કર્યો, જેમાં 12  ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા. જોન કેમ્પબેલ 23  વર્ષમાં ભારતમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ વેસ્ટ ઇન્ડીઝ ઓપનર પણ બન્યો. કેમ્પબેલ અને શાઈ હોપે ત્રીજી વિકેટ માટે 177  રનની ભાગીદારી કરી.  

ભારતને 121  રનનો લક્ષ્યાંક આપ્યો

પહેલી ઇનિંગમાં ફોલોઓનની ફરજ પડ્યા બાદ, વેસ્ટ ઇન્ડીઝે બીજી ઇનિંગમાં નોંધપાત્ર જુસ્સો દર્શાવ્યો. તેમણે ઇનિંગ હારના ખતરાને ટાળ્યો અને ભારતને 121  રનનો લક્ષ્યાંક આપ્યો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝે બધાને ચોંકાવી દીધા. તેમણે બીજી ઇનિંગમાં 390 રન બનાવ્યા. સૌથી મહત્વની વાત એ છે કે તેમણે છેલ્લી વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી.