= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની 27 રને જીત RCB vs CSK: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સને 27 રનથી હરાવ્યું છે. આ રીતે ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફમાં પહોંચી ગઈ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 3 વિકેટે 110 રન લોકી ફર્ગ્યુસને 12મી ઓવરમાં 19 રન આપ્યા હતા. આ ઓવરમાં રચિન રવિન્દ્રએ બે સિક્સર અને નો બોલ પર ફોર ફટકારી હતી. 12 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 3 વિકેટે 110 રન છે. રચિન રવિન્દ્ર 33 બોલમાં 58 રન બનાવીને રમતમાં છે. તેણે 5 ફોર અને 3 સિક્સર ફટકારી છે. શિવમ દુબે 11 બોલમાં 4 રન બનાવીને રમતમાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
8 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર બે વિકેટે 78 રન કરણ શર્માએ આઠમી ઓવરમાં 14 રન આપ્યા હતા. આ ઓવરમાં રચિન રવિન્દ્રએ સિક્સર અને અજિંક્ય રહાણેએ ફોર ફટકારી હતી. 8 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર બે વિકેટે 78 રન છે. રચિન રવિન્દ્ર 22 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 34 રન બનાવીને રમતમાં છે. જ્યારે અજિંક્ય રહાણે 19 બોલમાં 31 રન બનાવીને રમતમાં છે. તેણે 3 ફોર અને 1 સિક્સ ફટકારી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બે ઓવર પછી ચેન્નાઈનો સ્કોર 19/1 બે ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 19/1 છે. મોહમ્મદ સિરાજે બેંગલુરુ માટે બીજી ઓવર ફેંકી, જેમાં 7 રન આવ્યા. ચેન્નાઈ માટે રચિન રવિન્દ્રએ 7 બોલમાં 10 અને ડેરિલ મિશેલે 4 બોલમાં 4 રન બનાવ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બેંગલુરુએ ચેન્નાઈને 219 રનનો ટાર્ગેટ આપ્યો હતો કરો યા મરો મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 4 વિકેટે 218 રન બનાવ્યા હતા. હવે RCBને પ્લેઓફમાં પહોંચવા માટે ચેન્નાઈને 200 રનની અંદર જ સીમિત કરવું પડશે. આરસીબી માટે વિરાટ કોહલીએ 29 બોલમાં 47 રન, ફાફ ડુ પ્લેસીસે 39 બોલમાં 54 રન, રજત પાટીદારે 23 બોલમાં 41 રન અને કેમેરોન ગ્રીને 17 બોલમાં અણનમ 38 રન બનાવ્યા હતા. મિશેલ સેન્ટનર સિવાય ચેન્નાઈના દરેક બોલર ખરાબ રીતે પીટાઈ ગયા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્કોર બે વિકેટે 171 રન શાર્દુલ ઠાકુરે 17મી ઓવર નાખી. આ ઓવરમાં બે સિક્સર ફટકારી હતી. 17 ઓવર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્કોર બે વિકેટે 171 રન છે. રજત પાટીદાર 22 બોલમાં 41 રન બનાવીને રમતમાં છે. તેણે 2 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા છે. કેમરૂન ગ્રીન 12 બોલમાં 23 રન બનાવીને રમતમાં છે. તેણે 3 ફોર અને 1 સિક્સ ફટકારી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
. 11 ઓવર પછી બેંગલુરુનો સ્કોર એક વિકેટે 98 રન 11મી ઓવરમાં ફાફ ડુ પ્લેસિસે કુલ 20 રન લીધા હતા. 11 ઓવર પછી બેંગલુરુનો સ્કોર એક વિકેટે 98 રન છે. ફાફ ડુ પ્લેસિસ 34 બોલમાં 49 રન બનાવીને રમતમાં છે. જ્યારે રજત પાટીદાર ત્રણ બોલમાં એક રન પર છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વરસાદને કારણે રમત બંધ 3 ઓવરની રમત પૂર્ણ થયા બાદ અચાનક ભારે વરસાદ શરૂ થયો. આ રમત હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી 3 ઓવર રમાઈ છે, જેમાં RCBએ કોઈ વિકેટ લીધા વિના 31 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 9 બોલમાં 19 રન અને પ્લેસિસ 9 બોલમાં 12 રન બનાવીને રમતમાં છે. કોહલીએ બે સિક્સર અને એક ફોર ફટકારી છે. પ્લેસિસના બેટમાંથી એક ફોર અને એક સિક્સર આવી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઇંગ-11 ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવીન્દ્ર, ડેરીલ મિચેલ, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), મિચેલ સેન્ટનર, શાર્દૂલ ઠાકુર, તુષાર દેશપાંડે, સિમરજીત સિંહ, મહિશ થિક્સાના..
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઇંગ-11 ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર, કેમરૂન ગ્રીન, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), કર્ણ શર્મા, યશ દયાલ, લોકી ફર્ગ્યુસન અને મોહમ્મદ સિરાજ.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ચેન્નાઈએ ટોસ જીત્યો કરો યા મરો મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે ટોસ જીત્યો. તેણે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. આરસીબી પ્રથમ બેટિંગ કરશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ચાહકો માટે સારા સમાચાર બેંગલુરુથી ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. ખરેખર, સ્ટેડિયમમાં તડકો જોવા મળી રહ્યો છે. આઠ વાગ્યા પહેલા વરસાદની કોઈ અપેક્ષા નથી. આવી સ્થિતિમાં મેચ સમયસર શરૂ થઈ શકે છે.