RCB vs CSK Score: ચેન્નઈ સુપર કિંગ્સે બેંગ્લુરુને 8 રનથી હરાવ્યું, ડુપ્લેસીસ અને મેક્સવેલની ઈનિંગ્સ બેકાર
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી આમને સામને ટકરાશે. આજે IPLમાં ચેન્નઈ અને બેંગ્લુરુ વચ્ચે મુકાબલો છે.
ચેન્નઈ સુપર કિંગ્સે રોમાંચક મેચમાં બેંગ્લુરુને આઠ રનથી હરાવ્યું. આ સિઝનમાં તેની ત્રીજી જીત છે. ચેન્નાઈના હવે પાંચ મેચમાં છ પોઈન્ટ છે. આ સાથે જ RCBની આ ત્રીજી હાર છે. તેમાં માત્ર ચાર અંક છે. આરસીબીને જીતવા માટે છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી. પ્રભુદેસાઈ અને વનિન્દુ હસરંગા ટીમને જીત અપાવી શક્યા ન હતા. પ્રભુદેસાઈએ છગ્ગો ફટકારીને આશા જગાવી પરંતુ તે હસરંગા સાથે માત્ર 10 રન જ ઉમેરી શક્યો. પ્રભુદેસાઈ પણ છેલ્લા બોલ પર આઉટ થયો હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સને 17મી ઓવરના પાંચમા બોલ પર પાંચમી સફળતા મળી હતી. દિનેશ કાર્તિક આઉટ થયો છે. કાર્તિકે ઝડપથી 14 બોલમાં 28 રન બનાવ્યા હતા.
બેંગ્લુરુની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ડુપ્લેસિસ 33 બોલમાં 62 રન બનાવી આઉટ થયો છે. બેંગ્લુરુ ટીમનો સ્કોર 150 રનને પાર પહોંચી ગયો છે.
તુષાર દેશપાંડેએ આરસીબીને બીજો ઝટકો આપ્યો હતો. તેણે બીજી ઓવરના છેલ્લા બોલ પર મહિપાલ લોમરોરને આઉટ કર્યો. લોમરોર પાંચ બોલનો સામનો કર્યા પછી ખાતું ખોલાવી શક્યો નહોતો. આરસીબીએ બે ઓવરમાં બે વિકેટે 15 રન બનાવ્યા છે. ગ્લેન મેક્સવેલ ફાફ ડુપ્લેસીસ ક્રિઝ પર છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે બેંગ્લુરુને 227 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. 20 ઓવરમાં છ વિકેટે 226 રન બનાવ્યા હતા. ચેન્નઈ માટે ડેવોન કોનવે અને શિવમ દુબેએ વિસ્ફોટક અડધી સદી ફટકારી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગ્સનો પાવરપ્લે સમાપ્ત થઈ ગયો છે. તેણે છ ઓવરમાં એક વિકેટે 53 રન બનાવ્યા છે. રહાણે 14 બોલમાં 28 અને ડેવોન કોનવે 16 બોલમાં 22 રન બનાવીને અણનમ છે.
RCB vs KKR: ચેન્નાઈ સુપર કિંગ્સને ત્રીજી ઓવરમાં પહેલો ફટકો લાગ્યો હતો. સિરાજના બોલ પર સિક્સર મારવાના પ્રયાસમાં રૂતુરાજ ગાયકવાડ આઉટ થયો હતો. તેણે ત્રણ રન બનાવ્યા હતા. હવે રહાણે બેટિંગ માટે આવ્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), હર્ષલ પટેલ, વનિન્દુ હસરંગા, વેન પાર્નેલ, વિજયકુમાર વ્યસ્ક, મોહમ્મદ સિરાજ.
ચેન્નાઈ સુપર કિંગ્સ: ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્યે રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની (c/wk), મથિશા પાથિરાના, તુષાર દેશપાંડે, મહિષ તિક્ષણા.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. RCBએ પ્લેઇંગ-11માં એક પણ ફેરફાર કર્યો નથી. ચેન્નાઈએ ટીમમાં એક ફેરફાર કર્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
RCB vs CSK, IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી આમને સામને ટકરાશે. આજે IPLમાં ચેન્નઈ અને બેંગ્લુરુ વચ્ચે મુકાબલો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ બંને દિગ્ગજો પર પોતપોતાની ટીમોને પૉઈન્ટ ટેબલમાં ઉપર લાવવાની જવાબદારી હશે. અત્યારે ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોહલીની રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર પૉઈન્ટ ટેબલમાં ટૉપ-5માંથી બહાર છે. આ બંને ટીમોએ આ સિઝનમાં ચાર-ચાર મેચ રમી છે જેમાં બે-બે મેચ જીતી ચૂકી છે, અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે.
IPLની આ સિઝનમાં CSKની શરૂઆત હાર સાથે થઈ હતી, જોકે આ પછી ટીમે બે મેચ બેક ટૂ બેક જીતી અને પછી ચોથી મેચમાં આ ટીમને ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો. બીજીબાજુ આરસીબીએ આ સિઝનની શરૂઆત જીત સાથે કરી હતી પરંતુ પછીની બે મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી મેચમાં આ ટીમ ફરીથી જીતના ટ્રેક પર આવી હતી.
CSK અને RCB ભલે પૉઈન્ટ ટેબલમાં તળિયે હોય પરંતુ આ બંને ટીમ દરેક મેચ સાથે મજબૂત થઈ રહી છે. આ ટીમોના ખેલાડીઓ મેચથી ફૉર્મમાં આવી રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -