RCB vs DC : ભરતે છેલ્લા બોલ પર સિક્સ ફટકારી બેંગ્લુરુને મેચ જીતાડી

IPL 2021 RCB vs DC Score LIVE:  IPL 2021 ના ​​લીગ રાઉન્ડની છેલ્લી બે મેચ આજે રમાઈ હતી.  બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore)ની જીત થઈ  છે.

gujarati.abplive.com Last Updated: 08 Oct 2021 11:44 PM

બ્રેકગ્રાઉન્ડ

IPL 2021 RCB vs DC Score LIVE:  IPL 2021 ના ​​લીગ રાઉન્ડની છેલ્લી બે મેચ આજે રમાઈ હતી. મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર થયું છે. બીજી મેચમાં બેંગ્લુરુએ દિલ્હી કેપિટલ્સને 7...More

બેંગ્લુરુએ મેચ 7 વિકેટથી જીતી

આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ અને  દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો હતો.  રોયલ ચેલેન્જર્સ  બેંગ્લુરુએ (RCB) આ મેચ 7 વિકેટથી જીતી લીધી છે.  કોહલીએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 164 રન કર્યા હતા.  165 રનના ટાર્ગેટ ચેઝ કરવા  બેંગ્લુરુના ભરત અને મેક્સવેલે શાનદાર ઈનિંગ રમી હતી.  શ્રીકર ભરતે છેલ્લા બોલ પર સિક્સ મારી RCB ટીમને 7 વિકેટથી મેચ જીતાડી દીધી હતી.