DC vs RCB : બેંગ્લુરુની સતત પાંચમી હાર, રોમાંચક મેચમાં દિલ્હીએ 6 વિકેટથી હરાવ્યું

મહિલા પ્રીમિયર લીગની 11મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. આ મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

gujarati.abplive.com Last Updated: 13 Mar 2023 11:03 PM

બ્રેકગ્રાઉન્ડ

મહિલા પ્રીમિયર લીગની 11મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. આ મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સ્મૃતિ મંધાનાની આરસીબી ટીમ અત્યાર સુધીની ચારેય...More

દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટે હરાવ્યું

મહિલા  પ્રીમિયર લીગની 11મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 19.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.