RCB vs GT Live Score: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPLમાંથી બહાર, કોહલી પર ભારે પડી ગિલની સદી
IPL 2023ની છેલ્લી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. ગુજરાત પ્લેઓફમાં પહોંચી ગયું છે. પ્રથમ ક્વોલિફાયરમાં તેમનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે.
gujarati.abplive.com Last Updated: 22 May 2023 12:14 AM
બ્રેકગ્રાઉન્ડ
RCB vs GT Live Score IPL 2023: IPL 2023ની છેલ્લી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. ગુજરાત પ્લેઓફમાં પહોંચી ગયું છે. પ્રથમ ક્વોલિફાયરમાં તેમનો સામનો ચેન્નાઈ...More
RCB vs GT Live Score IPL 2023: IPL 2023ની છેલ્લી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. ગુજરાત પ્લેઓફમાં પહોંચી ગયું છે. પ્રથમ ક્વોલિફાયરમાં તેમનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. આ સાથે જ બેંગલોરને પ્લેઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરવો પડશે. આ મેચ જીતવાની સાથે તેણે નસીબ પર નિર્ભર રહેવું પડશે. બેંગ્લોર અને ગુજરાત વચ્ચે રમાનારી આ મેચ નિર્ણાયક સાબિત થશે. આ મેચ પર પણ વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે.આરસીબી આ મેચ હોમ ગ્રાઉન્ડ પર રમશે. જેથી તેને તેનો લાભ મળી શકે. બેંગ્લોરે 13માંથી 7 મેચ જીતી છે. તેણે છેલ્લી બે મેચમાં સતત જીત નોંધાવી છે. બેંગ્લોરે હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું. જ્યારે રાજસ્થાનનો 112 રને પરાજય થયો હતો. આ મેચમાં વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ ટીમ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ટીમ ગુજરાત સામે નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરી શકે છે.ગુજરાત ટાઇટન્સનું આ સિઝનમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. આ સિઝનના પ્લેઓફમાં પહોંચનારી ગુજરાત પ્રથમ ટીમ છે. તેણે 13માંથી 9 મેચ જીતી છે. આ દરમિયાન તેમને માત્ર 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ લીગ મેચ બાદ તે ક્વોલિફાયરમાં ચેન્નાઈ સામે મેદાનમાં ઉતરશે. તેથી આરસીબી સામેની મેચ બહુ મહત્વની રહેશે નહીં. જો કે, તેમ છતાં, હાર્દિક પંડ્યાની ટીમ જીત નોંધાવવા માંગશે. આ મેચ માટે ટીમ પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર કરી શકે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું
ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું. ગુજરાતના વિજય સાથે બેંગ્લોરનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 197 રન બનાવ્યા હતા. ગુજરાતે 19.1 ઓવરમાં ચાર વિકેટે 198 રન બનાવ્યા હતા. આ હાર બાદ RCBની ટીમ IPLમાંથી બહાર થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સને પ્લેઓફમાં સ્થાન મળ્યું છે.