RCB vs KKR, IPL 2023: કોલકાતાએ બેંગ્લોરને તેના ઘરઆંગણે જ હરાવ્યું, વરુણ ચક્રવર્તીની 3 વિકેટ

IPL 2023, મેચ 36, RCB vs KKR: અહીં તમને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ વાંચવા મળશે.

gujarati.abplive.com Last Updated: 26 Apr 2023 11:20 PM
કોલકાતાની શાનદાર જીત

 IPL 2023ની 36મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને તેના ઘરમાં જ 21 રનથી હરાવ્યું છે. સતત ચાર હાર બાદ KKR જીત્યું છે. આ સિઝનમાં નીતિશ રાણાની ટીમની આ ત્રીજી જીત છે. રસપ્રદ વાત એ છે કે કેકેઆરની બે જીત બેંગલોર સામે આવી છે. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 5 વિકેટે 200 રન બનાવ્યા હતા. 201ના ટાર્ગેટના જવાબમાં બેંગ્લોરની ટીમ 179 રન જ બનાવી શકી હતી. 

17મી ઓવરમાં સાતમી વિકેટ પડી

17મી ઓવરના પાંચમા બોલ પર બેંગ્લોરે 152ના સ્કોર પર સાતમી વિકેટ ગુમાવી હતી. હસરંગા આન્દ્રે રસેલના બોલ પર પાંચ રન બનાવીને કેચ આઉટ થયો હતો. 17 ઓવર પછી બેંગ્લોરનો સ્કોર 7 વિકેટે 153 રન છે.

વિરાટ કોહલી આઉટ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 13મી ઓવરમાં 115 રનના સ્કોર પર તેની પાંચમી વિકેટ ગુમાવી હતી. વિરાટ કોહલી 37 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 54 રન બનાવીને આઉટ થયો હતો. હવે દિનેશ કાર્તિક અને સુયશ પ્રભુદેસાઈ ક્રિઝ પર છે.

આરસીબીને ચોથો ઝટકો લાગ્યો

વરુણ ચક્રવર્તીએ RCBને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં વરુણ ચક્રવર્તીએ મહિપાલ લોમરરને આન્દ્રે રસેલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. મહિપાલ લોમરોરે 18 બોલમાં 34 રનની તોફાની ઇનિંગ રમી હતી.

આરસીબીને 60 બોલમાં 105 રનની જરૂર

છેલ્લી 10 ઓવરમાં RCBને જીતવા માટે 105 રન બનાવવા પડશે. આ સમયે, વિરાટ કોહલી અને મહિપાલ લોમરોર RCB માટે ક્રિઝ પર છે. વિરાટ કોહલી 30 બોલમાં 44 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે લોમરોર 14 બોલમાં 27 રન બનાવીને અણનમ છે.

કોહલી-લોમરોર પર જવાબદારી

 RCBને છેલ્લી 12 ઓવરમાં 129 રનની જરૂર છે. તે જ સમયે, RCB ચાહકોની આશાઓ વિરાટ કોહલી પર ટકેલી છે. વિરાટ કોહલી 25 બોલમાં 40 રન બનાવીને ક્રિઝ પર છે. જ્યારે મહિપાલ લોમરોર 7 બોલમાં 7 રન બનાવી કોહલીને સાથ આપી રહ્યો છે. મેક્સવેલ 5 રન બનાવી આઉટ થયો છે.

શાહબાઝ અહેમદ આઉટ

ફાફ ડુ પ્લેસિસને પેવેલિયન મોકલનાર યુવા સ્પિનર ​​સુયશ શર્માને વધુ એક સફળતા મળી છે. તેની બીજી ઓવરમાં સુયશે શાહબાઝ અહેમદને આઉટ કર્યો હતો. 5 ઓવર પછી RCBનો સ્કોર 2 વિકેટે 53 રન છે.

ફાફ ડુ પ્લેસિસ આઉટ

ફાફ ડુ પ્લેસિસ ત્રીજી ઓવરમાં 17 રન બનાવીને આઉટ થયો. ઉમેશ યાદવની ઓવરમાં બે સિક્સર ફટકારનાર ફાફ ડુ પ્લેસિસ સુયેશ શર્માની બોલ પર સિક્સ મારવાના પ્રયાસમાં બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો હતો. 3 ઓવર પછી બેંગ્લોરનો સ્કોર એક વિકેટે 33 રન છે.

કોલકાતાએ બેંગ્લોરને 201 રનનો ટાર્ગેટ આપ્યો

કોલકાતાએ બેંગ્લોરને 201 રનનો ટાર્ગેટ આપ્યો છે. કોલકાતાએ છેલ્લી 5 ઓવરમાં 70 રન બનાવ્યા હતા. જેસન રોયએ 56 અને નીતિષ રાણાએ 21 બોલમાં 48 રનનું યોગદાન આપ્યું હતું.હસરંગા અને વિજયકુમારે 2-2 વિકેટ લીધી હતી.

16 ઓવર પછી 150 રન

કોલકાતાનો સ્કોર 16 ઓવર પછી 2 વિકેટે 150 રન છે. 16મી ઓવરમાં 19 રન બનાવ્યા હતા. નીતિશ રાણા 33 અને વેંકટેશ અય્યર 28 રને રમી રહ્યા છે. બંને વચ્ચે 36 બોલમાં 62 રનની ભાગીદારી થઈ છે.

14મી ઓવરમાં 9 રન આવ્યા

14 ઓવર પછી કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 2 વિકેટે 126 રન છે. વેંકટેશ અય્યર 20 અને નીતીશ રાણા 18 રને રમી રહ્યા છે. બંને વચ્ચે 24 બોલમાં 38 રનની ભાગીદારી થઈ છે.

12મી ઓવરમાં 13 રન આવ્યા

કોલકાતાએ 12મી ઓવરમાં 13 રન બનાવ્યા હતા. હવે તેનો સ્કોર 2 વિકેટે 106 રન થઈ ગયો છે. વેંકટેશ અય્યર 10 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે કેપ્ટન નીતિશ રાણા 5 રન પર છે.

મુશ્કેલીમાં કોલકાતા

કોલકાતાની ટીમ મુશ્કેલીમાં મુકાઈ છે. ઉપરાઉપરી બે વિકેટ ગુમાવી છે. જગદીસન બાદ રોય પણ આઉટ થયો છે. રોય 56 રને અને જગદીસન 27 રને આઉટ થયો છે. 10.2 ઓવરમાં કોલકાતાએ 90 રન બનાવ્યા છે.

શાહબાઝની ઓવરમાં 25 રન આવ્યા

કોલકાતા નાઈટ રાઈડર્સે પાવરપ્લેનો સારી રીતે ઉપયોગ કર્યો છે. 6 ઓવર પછી KKRનો સ્કોર કોઈ વિકેટ વિના 66 રન છે. જેસન રોયે છઠ્ઠી ઓવરમાં ચાર સિક્સર ફટકારી હતી. શાહબાઝ અહેમદની આ ઓવરમાં કુલ 25 રન બન્યા હતા. જેસન રોય 20 બોલમાં 48 અને જગદીશન 16 બોલમાં 17 રને રમતમાં છે.

3 ઓવર પછી 18 રન

 3 ઓવર પછી કોલકાતાનો સ્કોર કોઈ પણ વિકેટ વિના 18 રન છે. જેસન રોય આજે શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે. રોય 8 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 12 રન સુધી પહોંચી ગયો હતો. જોકે એન જગદીશન સંઘર્ષ કરી રહ્યા છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઇંગ-11

નીતીશ રાણા (કેપ્ટન), એન. જગદીસન(વિકેટકીપર), જેસન રોય, વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ડેવિડ વિઝ, વૈભવ અરોરા, ઉમેશ યાદવ અને વરુણ ચક્રવર્તી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઇંગ-11

વિરાટ કોહલી (કેપ્ટન), શાહબાઝ અહેમદ, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), સુયશ પ્રભુદેસાઈ, વાનિન્દુ હસરંગા, ડેવિડ વિલી, વિજયકુમાર વૈશાક, હર્ષલ પટેલ અને મોહમ્મદ સિરાજ.

બ્રેકગ્રાઉન્ડ

IPL 2023, Match 36, RCB vs KKR: IPL 2023 ની 36મી લીગ મેચ આજે (26 એપ્રિલ, બુધવાર) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. આ મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આ સિઝનમાં બીજી વખત KKR અને RCB વચ્ચે ટક્કર થશે.


IPL 2023માં જ્યારે પહેલીવાર બેંગ્લોર અને કોલકાતા વચ્ચે મેચ રમાઈ હતી, ત્યારે નીતિશ રાણાની આગેવાની હેઠળની ટીમનો વિજય થયો હતો. તે મેચમાં શાર્દુલ ઠાકુરે તોફાની અડધી સદી ફટકારી હતી અને બેટથી કહેર વર્તાવ્યો હતો. જો કે આ વખતે મેચ આરસીબીના હોમ ગ્રાઉન્ડ પર છે. આવી સ્થિતિમાં ફાફ ડુ પ્લેસિસની ટીમનો હાથ ઉપર રહેશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.