RCB-W Vs GG-W Live Updates : RCBની સતત બીજી જીત, ગુજરાતને આઠ વિકેટથી હરાવ્યું, સોફી ડિવાઇને 36 બોલમાં ફટકાર્યા 99 રન ફટકાર્યા
વુમન્સ પ્રીમિયર લીગ 2023 ની 16મી મેચ આજે (18 માર્ચ) રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે
RCBએ ગુજરાત જાયન્ટ્સ સામે મોટી જીત હાંસલ કરી છે. આરસીબીએ આઠ વિકેટે મેચ જીતી લીધી હતી. સોફી ડિવાઈનની તોફાની ઈનિંગ્સને કારણે RCBએ સતત બીજી મેચ જીતી હતી. તેના સાત મેચમાં બે જીત સાથે ચાર પોઈન્ટ છે. આ સાથે જ ગુજરાત જાયન્ટ્સ પાસે સાત મેચમાં બે જીત સાથે ચાર પોઈન્ટ છે. સારા નેટ રનરેટને કારણે આરસીબી ચોથા સ્થાન પર છે. જ્યારે ગુજરાત પાંચમા નંબરે છે.
આરસીબીએ તેની છેલ્લી લીગ મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે અને ગુજરાત જાયન્ટ્સ યુપી વોરિયર્સ સામે રમવાની છે. આરસીબીની ટીમ ઇચ્છશે કે ગુજરાતની ટીમ યુપીને હરાવે કારણ કે યુપીના છ પોઇન્ટ છે. જો યુપીની ટીમ ગુજરાત સામે જીતશે તો આઠ પોઈન્ટ સાથે એલિમિનેટરમાં પહોંચી જશે. આવી સ્થિતિમાં RCBની ટીમ મુંબઈ સામે જીતવા છતાં છ પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહેશે. જો તે યુપીની ટીમ હારે છે, તો RCB પાસે મુંબઈને મોટા માર્જિનથી હરાવીને એલિમિનેટરમાં પહોંચવાની તક હશે.
ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં ચાર વિકેટે 188 રન બનાવ્યા હતા. આરસીબીને જીતવા માટે 189 રન બનાવવા પડશે. જો ટીમ લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળ જશે તો તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. આવી સ્થિતિમાં સ્મૃતિ મંધાનાની ટીમ કોઈપણ સંજોગોમાં આ મેચ જીતવા માંગશે.
ગુજરાત તરફથી વોલ્વાર્ડે સૌથી વધુ 68 રન બનાવ્યા હતા. તેણે 42 બોલની ઈનિંગમાં નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. એશ્લે ગાર્ડનરે 26 બોલમાં 41 અને મેઘનાએ 32 બોલમાં 31 રન બનાવ્યા હતા. સોફિયા ડંકલી 10 બોલમાં 16 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. છેલ્લી ઓવરમાં હરલીન દેઓલ અને દયાલન હેમલતાએ તોફાની બેટિંગ કરી હતી. બંનેએ સાથે મળીને નવ બોલમાં 27 રનની ભાગીદારી કરી હતી. હેમલતા છ બોલમાં 16 રન અને હરલીન દેઓલે પાંચ બોલમાં 12 રન બનાવ્યા બાદ અણનમ રહી હતી. આરસીબી તરફથી શ્રેયંકા પાટીલે બે વિકેટ લીધી હતી. સોફી ડિવાઇન અને પ્રીતિ બોઝને એક-એક સફળતા મળી હતી.
ગુજરાત જાયન્ટ્સે 16 ઓવરમાં બે વિકેટે 135 રન બનાવ્યા છે. તેના માટે વોલ્વાર્ડ અને એશ્લે ગાર્ડનરે ત્રીજી વિકેટ માટે 45 રનની ભાગીદારી કરી હતી. વોલ્વાર્ડે 41 બોલમાં 68 રન બનાવ્યા છે. આ સાથે જ ગાર્ડનરે 14 બોલમાં 17 રન બનાવ્યા છે.
ગુજરાતની ઇનિંગ્સનો પાવરપ્લે પૂરો થયો છે. તેણે છ ઓવરમાં એક વિકેટે 45 રન બનાવ્યા છે. સોફિયા ડંકલી 16 રન બનાવી આઉટ થઇ હતી.
ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
બ્રેકગ્રાઉન્ડ
Royal Challengers Bangalore vs Gujarat Giants: વુમન્સ પ્રીમિયર લીગ 2023 ની 16મી મેચ આજે (18 માર્ચ) રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. છેલ્લી મેચમાં યુપી વોરિયર્સ સામે જીત નોંધાવ્યા બાદ આરસીબી ટીમ ઉત્સાહમાં છે. જો બેંગ્લોરે પ્લેઓફની રેસમાં રહેવું હોય તો તેને બાકીની મેચો મોટા અંતરથી જીતવી પડશે.
સ્મૃતિ મંધાનાની ટીમ ગુજરાત જાયન્ટ્સ સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેનો ઈરાદો જીતવાનો રહેશે. જ્યારે સ્નેહ રાણાની ટીમ આ મેચ જીતીને પ્લેઓફમાં પહોંચવાની આશા મજબૂત કરવા માંગશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સની મહિલા ટીમો વચ્ચેની મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. મેચના અડધા કલાક પહેલા એટલે કે 7 વાગે ટોસ થશે.
વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સીઝનમાં સતત પાંચ મેચ હાર્યા બાદ પણ આરસીબીની સફર પૂરી થઈ નથી. તેઓ હજુ પણ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકે છે અને આ ટૂર્નામેન્ટ પણ જીતી શકે છે, પરંતુ તેના માટે તેણે પોતાના દમ પર સારું પ્રદર્શન કરવું પડશે સાથે જ અન્ય ટીમો પર પણ નિર્ભર રહેવું પડશે.
RCB પ્લેઓફમાં કેવી રીતે પહોંચશે?
પ્લેઓફમાં જવા માટે આરસીબીએ તેમની આગામી બે મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. આ સિવાય યુપી વોરિયર્સ તેની આગામી મેચ હારી જશે તો જ આરસીબી માટે આગળનો રસ્તો સરળ બની જશે. RCB ઈચ્છે છે કે મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ આગામી મેચોમાં ત્રણેય ટીમો યુપી વોરિયર્સને હરાવી દે.
આ તમામ શરતો પૂરી થવા પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મહિલા ટીમ વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકશે. RCBની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે એટલે કે 5 હાર અને 6 મેચમાં 2 પોઈન્ટ સાથે એક જીત સાથે પાંચમા સ્થાને છે.
જો કે, RCBએ તેમની છેલ્લી મેચમાં સારું પ્રદર્શન કર્યું અને 18મી ઓવરમાં યુપી વોરિયર્સને 5 વિકેટથી હરાવ્યું હતુ. બીજી મેચમાં RCB પોતે ગુજરાત જાયન્ટ્સ સામે રમશે અને તે ચોક્કસપણે તે મેચ જીતવા માંગશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -