Rishabh Pant India vs Australia Sydney: સિડની ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 185 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના માટે ઋષભ પંતે 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો. પણ તેણે હાર ન માની. આ મેચ દરમિયાન ઋષભ પંતે સિક્સરનો મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે સચિન તેંડુલકર સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.


ભારતની પ્રથમ ઇનિંગ દરમિયાન ઋષભ પંત પાંચમા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે 98 બોલનો સામનો કર્યો અને 40 રન બનાવ્યા. પંતની ઇનિંગ્સમાં 3 ફોર અને 1 સિક્સ સામેલ હતી. તેને બોલેન્ડે આઉટ કર્યો હતો. આ ઈનિંગ દરમિયાન પંત ઈજાગ્રસ્ત થયો હતો. બોલ તેના હાથ પર લાગ્યો હતો. જેના કારણે લોહી ગંઠાઈ ગયું. પરંતુ પંતે હાર ન માની. તે ભારત માટે મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમ્યા બાદ જ આઉટ થયો હતો.


પંતે તોડ્યો સચિન-રોહિતનો રેકોર્ડ


ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ સિક્સર ફટકારવાના મામલે ઋષભ પંતે રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. પંતે કુલ 11 સિક્સર ફટકારી છે. જ્યારે રોહિતે 10 સિક્સર ફટકારી છે. આ મામલે નીતિશ કુમાર રેડ્ડી ત્રીજા નંબર પર છે. તેણે 8 સિક્સર ફટકારી છે. વિરેન્દ્ર સેહવાગે પણ 8 સિક્સર ફટકારી છે. સચિને 7 સિક્સર ફટકારી છે.


ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને છેલ્લા બોલે આપ્યો ઝટકો 


ભારતીય ટીમ ઓલઆઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ બેટિંગ કરવા આવ્યા હતા. ઉસ્માન ખ્વાજા અને કોંસ્ટસ તેની પ્રથમ ઇનિંગ માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન જસપ્રીત બુમરાહ દિવસની છેલ્લી ઓવર ફેંકી રહ્યો હતો. બુમરાહે દિવસના છેલ્લા બોલ પર ભારતને વિકેટ અપાવી હતી. તેણે ખ્વાજાને આઉટ કર્યો હતો. તે 2 રન બનાવીને આઉટ થયો હતો.  




ભારતનો પ્રથમ દાવ 185 રનમાં સમેટાઈ ગયો


સિડની ટેસ્ટના પહેલા દિવસે ભારતનો પ્રથમ દાવ 185 રનમાં સમેટાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયા હાલમાં 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ છે. ભારતે પર્થમાં જીત સાથે શરૂઆત કરી હતી પરંતુ આગામી 3 ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાને 2 મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન ગાબા ટેસ્ટ ડ્રો રહી હતી. હવે ટીમ ઈન્ડિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને જાળવી રાખવા અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાં રહેવા માટે કોઈપણ ભોગે સિડની ટેસ્ટ જીતવી પડશે. 


IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?