ઋષભ પંત રિધમમાં હતો અને ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં તેને શાનદાર ઇનિંગ રમતા 77 બૉલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 58 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગની સાથે પંતે ટેસ્ટ ક્રિકેટમાં છગ્ગા મારવાનો એક મોટો રેકોર્ડ પોતાના નામ કરી લીધો છે.
માત્ર 23 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં ઋષભ પંતે સૌથી વધુ છગ્ગા ફટકારી દીધા છે. આ રેકોર્ડ પહેલા ન્યૂઝીલેન્ડના ટિમ સાઉથીના નામે હતો. પંતના 23 વર્ષની ઉંમરે 31 છગ્ગા છે, કપિલ દેવે 23 વર્ષની ઉંમરે 29 છગ્ગા ફટકાર્યા હતા.
માત્ર 23 વર્ષની ઉંમરે - નાની ઉંમરે સૌથી વધુ ટેસ્ટ છગ્ગા....
31 છગ્ગા- ઋષભ પંત (ભારત)
30 છગ્ગા- ટિમ સાઉથી (ન્યૂઝીલેન્ડ)
29 છગ્ગા- કપિલ દેવ (ભારત)
28 છગ્ગા- ક્રેગ મેકમિલન (ન્યૂઝીલેન્ડ)
27 છગ્ગા- શિમરૉન હેટમેયર (વેસ્ટ ઇન્ડિઝ)