Rishabh Pant Fitness:  ઋષભ પંતને ડિસેમ્બર 2022માં કાર અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તે લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર હતો. તે જીવલેણ ઈજાને કારણે તેની કારકિર્દી પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા. પરંતુ થોડા અઠવાડિયા પહેલા સમાચાર આવ્યા હતા કે ઋષભ પંત IPL 2024માં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે વાપસી કરશે. તાજેતરમાં, તેના વાપસીને લઈને ફરી એકવાર શંકા હતી, પરંતુ હવે બીસીસીઆઈએ તેની ફિટનેસને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી છે.










ઋષભ પંત ફિટ જાહેર


ઋષભ પંતની ફિટનેસ અંગે સત્તાવાર નિવેદન જાહેર કરતા બીસીસીઆઇએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે વિકેટ કીપર બેટ્સમેન પંત 30 ડિસેમ્બર 2022ના રોજ કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયો હતો. હવે 14 મહિનાના રિહેબ અને રિકવરી પ્રક્રિયા બાદ પંતને IPL 2024 માટે ફિટ જાહેર કરવામાં આવી રહ્યો છે." પંત આ ઈજાના કારણે 2023ની આઈપીએલ સીઝનમાં રમી શક્યો ન હતો પરંતુ તેના ચાહકો તેને લગભગ દોઢ વર્ષ બાદ ફરી એકવાર મેદાન પર રમતા જોઈ શકશે.


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પંત, પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ શમીની ફિટનેસ અંગે અપડેટ જાહેર કર્યું છે. પંતને હવે આગામી આઇપીએલ માટે વિકેટકીપર બેટ્સમેન તરીકે ફિટ જાહેર કરવામાં આવ્યો છે.


ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાની 23 ફેબ્રુઆરી, 2024ના રોજ સર્જરી થઇ હતી. લમાં બીસીસીઆઈની મેડિકલ ટીમ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે અને તે ટૂંક સમયમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ શરૂ કરશે. તે આગામી આઈપીએલ 2024માં રમી શકશે નહીં.


ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 26 ફેબ્રુઆરી, 2024ના રોજ તેની જમણા હિલની સમસ્યા માટે સફળતાપૂર્વક સર્જરી કરાવી હતી. હાલમાં બીસીસીઆઈની મેડિકલ ટીમ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે અને તે આગામી આઇપીએલમાં રમી શકશે નહીં.