નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી ત્રણ વનડે મેચોની પ્રથમ વનડેમાં ભારતીય ટીમનો કારમી હારનો સામનો કરવો પડ્યો, પણ મેચમાં વિકેટકીપર ઋષભ પંતની બેટિંગથી ક્રિકેટ ફેન્સ ખુશ થઇ ગયા હતા. આ લિસ્ટમાં પંતની ગર્લફ્રેન્ડ ઇશા નેગી પણ સામેલ છે. પંતની બેટિંગે ક્રિકેટરો અને ક્રિકેટ એક્સપર્ટને જબરદસ્ત પ્રભાવિત કર્યા હતા.

પંતની બેટિંગથી સૌથી વધુ ખુશ પંતની ગર્લફ્રેન્ડ ઇશા નેગી થઇ હતી. ઇશાએ પંતને ઉલ્લેખીને સોશ્યલ મીડિયા પર એક ખાસ પૉસ્ટ કરી હતી, જેમાં પંતની બેટિંગની પુરજોશમાં પ્રસંશા કરી હતી.



ઇશા નેગીએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટૉરી લખતા પંતની કિંગ ગણાવ્યો હતો. ઇનિંગમાં પંતે જબરદસ્ત બેટિંગ કરતાં 69 બૉલમાં 71 રનની ઇનિંગ રમી હતી. જેમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતા.



નોંધનીય છે કે ભારતે ટૉસ હારીને પહેલા બેટિંગ કરતાં 287 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝ ટીમે ભારતને 8 વિકેટે હાર આપીને પ્રથમ વનડે પર કબજો કરી લીધો હતો.