Rishabh Pant Instagram Story: અત્યારે ભારતીય ટીમ એશિયા કપ 2023 રમાઇ રહી છે, ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે, ટૂર્નામેન્ટમાં નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવીને ફાઇનલમાં પહોંચી ચૂકી છે. એશિયા કપ બાદ ભારતીય ટીમ આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 રમવા માટે પણ તૈયાર છે. ત્યારે આ બધાની વચ્ચે ઋષભ પંતની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીએ બધાને ચોંકાવ્યા છે. 


ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટથી દુર છે, ઋષભ પંતના એક્સિડેન્ટ બાદ તે સારવાર હેઠળ ચાલી રહ્યો છે. વાસ્તવમાં ઋષભ પંત આ વર્ષની શરૂઆતમાં અકસ્માતનો શિકાર બન્યો હતો. આ અકસ્માતમાં વિકેટકીપર બેટ્સમેનને મોટી ઈજાઓ પહોંચી હતી. જોકે, ભારતીય ચાહકો માટે સારા સમાચાર છે કે ઋષભ પંત ઝડપથી રિકવરી મેળવી રહ્યો છે. ઋષભ પંત IPL 2023નો ભાગ નહોતો. આ ઉપરાંત તે આગામી વનડે વર્લ્ડકપમાં પણ રમી શકશે નહીં.


સોશ્યલ મીડિયા પર વાયરલ થયો વીડિયો.... 
જોકે, ઋષભ પંતે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટૉરી પૉસ્ટ કરી છે. આ વીડિયોના કેપ્શનમાં ઋષભ પંતે લખ્યું છે કે જ્યાં ડર સમાપ્ત થાય છે, ત્યાંથી જીવન શરૂ થાય છે. ઋષભ પંતની ઈન્સ્ટાગ્રામ સ્ટૉરી સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ઉપરાંત સોશ્યલ મીડિયા યૂઝર્સ સતત કૉમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.






ઋષભ પંત ક્યાં સુધી થઇ જશે ફિટ ?
હાલમાં જ ઋષભ પંત બેંગ્લૉરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત જ્યારે ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે શ્રીલંકા જઈ રહી હતી ત્યારે ઋષભ પંત અન્ય ખેલાડીઓ સાથે જોવા મળ્યો હતો. વાસ્તવમાં વર્લ્ડકપ માટે ઋષભ પંતની ગેરહાજરી ભારતીય ટીમ માટે મોટો ઝટકો માનવામાં આવી રહી છે. ઋષભ પંતની ગેરહાજરીમાં ઈશાન કિશન અને કેએલ રાહુલ વિકેટકીપર બેટ્સમેન તરીકે રમશે. નોંધનીય છે કે, ભારતની ધરતી પર 5 ઓક્ટોબરથી વર્લ્ડકપ શરૂ થઈ રહ્યો છે. તે જ સમયે, આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે.