નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બૉલર પર નસ્લીય ટિપ્પણી કર્યાનો મામલો હજુ શાંત પડ્યો નથી, ત્યાં તો ઓસ્ટ્રેલિયાની બીજી એક કરતૂત સામે આવી ગઇ છે. સિડની ટેસ્ટમાં ભારતીય ટીમને હરાવવા અને મેચ પલટવા માટે ઓસ્ટ્રેલિયન ખેલાડીનો એક પીચ પર છેડછાડ કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ ડર્ટી ગેમ કાંગારુ ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથનો છે.




સ્ટીવ સ્મિથે પીચ પર ઘસ્યા જુતા
પંતની આક્રમક બેટિંગ જોઇને ગભરાઇ ગયેલા સ્ટીવ સ્મિથે તેનુ ધ્યાન ભંગ કરવાની કોશિશ કરી હતી. પાંચમા દિવસની રમતમાં ડ્રિન્ક સમયે સ્ટીવ સ્મિથ ચૂપકેથી પીચ પર આવી ગયો અને બેટ્સમેનના માર્ક લેવાની જગ્યાએ જુતા ઘસવા લાગ્યો હતો. જોકે બાદમાં જ્યારે પંત બેટિંગ કરવા માટે આવ્યો તે તેને એમ્પાયરને પુછીને ફરીથી માર્ક સેટ કર્યુ હતો. સ્મિથનુ આ કાવતરુ કેમેરામાં કેદ થઇ ગયુ હતુ અને સોશ્યલ મીડિયા પર આ હરકતની લોકો નિંદા કરવા લાગ્યા હતા.

સ્મિથની આ હરકતનો વીડિયો વાયરલ થતાં જ ભારતીય ફેન્સે સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી હતી, અને સ્મિથને ટાર્ગેટ કરી રહ્યાં છે. ખાસ વાત છે કે જ્યારે આ કાવતરુ થઇ રહ્યું હતુ ત્યારે ખેલાડીનો ચહેરો ન હતો દેખાઇ રહ્યો પરંતુ તેની ટીશર્ટ પરનો 49 નંબર દેખાતા આ ખેલાડી સ્મિથ હોવાનુ ખુલ્યુ હતુ.