ઇરફાન પઠાણે ટ્વીટર પર પોતાની નવી જર્સીની તસવીર શેર કરી છે. ઇરફાન પઠાણે લખ્યું, “અમારા ક્રિકેટને અલવિદા કહ્યા બાદની તસવીર. ભાઈઓનો પ્રેમ”
જણાવીએ કે યુસૂફ પઠાણને વિતેલા વર્ષે આઈપીએલમાં રમવાની તક મળી ન હતી. વિતેલા વર્ષે સનરાઈઝર્સ હૈદ્રાબાદે યુસૂફ પઠાણને રિલીઝ કરી દીધો હતો. યુસૂફ પઠાણે ટીમ ઇન્ડિયા માટે વનડે અને ટી20 મેચમાં પ્રતિનિધિત્વ કર્યું છે.
ઇરફાન પઠાણે પણ લઈ લીધી છે નિવૃત્તિ
ઇરફાન પઠાણે જોકે પહેલા જ ક્રિકેટમાંથી નિવૃત્તી લઈ લીધી છે. ઇરફાન પઠામે વિદેશી લીગમાં ભાગ લેવા માટે ક્રિકેટને અલવિદા કહેવાની જાહેરાત કરી હતી. ઇરફાન પઠાણે વિતેલા વર્ષે શ્રીલંકા પ્રીમિયરન લીગમાં ભાગ લીધો હતો. પઠાણે જોકે આ લીગમાં રમતા સમયે ફિટનેસની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
જણાવીએ કે, પઠાણ બંધુઓ ઉપરાંત પાંચ માર્ચથી શરૂ થઈ રહેલ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2021માં અનેક પૂર્વ ખેલાડી ભાગ લઈ રહ્યા છે. યુવરાજ સિંહએ પણ ટ્વીટર દ્વારા રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ભાગ લેવાની તસવીર શેર કરી છે.