India Vs West Indies 2nd T20: ભારત અને વેસ્ટઈંડીઝ વચ્ચે સેન્ટ કિટ્સમાં આજે સોમવારે 5 T20 મેચોની સિરીઝની બીજી મેચ રમાશે. ભારતના કેપ્ટન રોહિત શર્મા પાસે આજની મેચમાં બે મોટા રેકોર્ડ બનાવવાની તક છે. જો કે આ રેકોર્ડ બનાવવા માટે રોહિત શર્માએ મેચમાં 57 રન બનાવવા પડશે અને 4 સિક્સર પર ફટકારવાની રહેશે.


રોહિત શર્મા ભારત તરફથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે સિક્સર લગાવનાર ખેલાડી છે. એટલું જ નહી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે સિક્સર ફટકારનાર ખેલાડીઓની યાદીમાં રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. રોહિત શર્મા અત્યાર સુધીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 473 સિક્સર મારી ચુક્યો છે.


જો રોહિત શર્મા વેસ્ટ ઈંડીઝ સામેની આજની મેચમાં 4 સિક્સર મારવામાં સફળ થાય છે તો તે શાહિદ આફ્રીદીનો રેકોર્ડ તોડી દેશે. શાહિદ આફ્રીદીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 476 સિક્સર લગાવી છે. જો કે, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે સિક્સર મારવાનો રેકોર્ડ ક્રિસ ગેલ પાસે છે. ક્રિસ ગેલે 553 સિક્સર ફટકારી છે.


રોહિત શર્મા પાસે છે સુંદર તકઃ
રોહિત શર્મા પાસે ઈન્ટરનેશનલ ટી20 ક્રિકેટમાં એ સ્થાન હાંસિલ કરવાની તક છે જ્યાં આજ સુધી બીજો કોઈ ક્રિકેટર નથી પહોંચી શક્યો. રોહિત શર્મા જો આજે રમાનારી ટી20 મેચમાં 57 રન બનાવે છે તો રોહિત શર્મા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 3500 રન પુરા કરનાર પહેલો ખેલાડી બની જશે.


જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા પાસે આજે ટી20 સિરીઝમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની તક છે. ટીમ ઈન્ડિયા હાલ 5 મેચોની ટી20 સિરીઝમાં 1-0થી આગળ છે. પહેલી ટી20 મેચમાં કેપ્ટન રોહિત શર્માએ 44 બોલમાં 64 રનની શાનદાર ઈનિંહ રમી હતી.


આ પણ વાંચોઃ


Financial Changes From Today 1 August: આજથી લાગુ થયા આ 7 મોટા ફેરફારો, જાણો તમારા ખીસ્સા પર શું અસર થશે