India vs Australia Rohit Sharma Century: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ નાગપુર ટેસ્ટમાં સદી ફટકારી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. રોહિતે આ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. રોહિતે સદી ફટકારતાની સાથે જ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. તે ત્રણેય ફોર્મેટ (ODI, ટેસ્ટ અને T20)માં સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે. વિશ્વ ક્રિકેટમાં માત્ર ચાર ખેલાડીઓ જ આવું કરી શક્યા છે. રોહિત પહેલા બાબર આઝમ, દિલશાન અને ફાફ ડુ પ્લેસિસ આ કારનામું કરી ચૂક્યા છે.


નાગપુર ટેસ્ટના પહેલા દિવસે ગુરુવારે ઓસ્ટ્રેલિયાની ટીમ 177 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતીય ટીમ બેટિંગ કરી રહી છે. ભારત માટે મેચના બીજા દિવસે શુક્રવારે રોહિતે સદી ફટકારી હતી. સમાચાર લખાય છે ત્યાં સુધીમાં તેણે 180 બોલનો સામનો કરીને 105 રન બનાવ્યા હતા. રોહિતની ઇનિંગમાં 14 ફોર અને 2 સિક્સ સામેલ હતી. રોહિતની સદી બાદ સમગ્ર ડ્રેસિંગ રૂમે ઉભા થઈને તાળીઓ પાડી હતી.


રોહિત શર્મા ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો છે. તેના પહેલા વિશ્વ ક્રિકેટના ત્રણ ખેલાડીઓ આ કરી ચુક્યા છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ, દક્ષિણ આફ્રિકાના ખેલાડી ફાફ ડુ પ્લેસિસ અને દિલશાન પણ ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન તરીકે સદી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે.






તમને જણાવી દઈએ કે પ્રથમ દાવમાં સમાચાર લખાય છે ત્યાં સુધી ભારતે પાંચ વિકેટ ગુમાવીને 197 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે રોહિત સાથે રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર હાજર છે.