Rohit Sharma IND vs NZ: ન્યૂઝીલેન્ડે ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં ભારતને 25 રનથી હરાવ્યું. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ જીત સાથે ન્યુઝીલેન્ડે સીરીઝ 3-0થી કબજે કરી લીધી છે. ટીમ ઈન્ડિયાની હાર સાથે રોહિત શર્માના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. રોહિત હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટ સિરીઝ 3-0થી હારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો છે.
ન્યુઝીલેન્ડ માટે આ જીત ઐતિહાસિક હતી
ટીમ ઈન્ડિયાના ટેસ્ટ ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે તેને હોમ ગ્રાઉન્ડ પર કોઈ શ્રેણીમાં વ્હાઇટવોશનો સામનો કરવો પડ્યો હોય. ભારતને હજુ સુધી ત્રણ કે તેથી વધુ મેચોની ટેસ્ટ શ્રેણીમાં હોમ ગ્રાઉન્ડ પર વ્હાઇટવોશનો સામનો કરવો પડ્યો નથી. ન્યુઝીલેન્ડ માટે આ જીત ઐતિહાસિક હતી. ભારતને ટેસ્ટ શ્રેણીમાં 3-0થી હરાવનારી તે ચોથી ટીમ બની છે. આ પહેલા ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ આવું કરી ચુક્યા છે.
મેચ બાદ રોહિત શર્માએ સ્વીકારી પોતાની ભૂલ
હાર બાદ રોહિતે પોતાની ભૂલ સ્વીકારી હતી. તેણે કહ્યું કે અમે સારું ક્રિકેટ રમી શક્યા નથી. રોહિતે કહ્યું, ટેસ્ટ શ્રેણીની હારને પચાવવી સરળ નથી. અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યા નથી અને હું તે સ્વીકારું છું. તેઓ અમારા કરતા ઘણા સારુ રમ્યા. અમે ઘણી ભૂલો કરી છે.
ન્યુઝીલેન્ડનો ઐતિહાસિક વિજય
ન્યૂઝીલેન્ડે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 8 વિકેટે જીતી લીધી હતી. આ મેચ બેંગ્લોરમાં રમાઈ હતી. બીજી ટેસ્ટ 113 રને જીતી હતી. આ મેચ પુણેમાં રમાઈ હતી. આ પછી મુંબઈએ આ ટેસ્ટ 25 રને જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડે મુંબઈ ટેસ્ટના પ્રથમ દાવમાં 235 રન અને બીજા દાવમાં 174 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે પ્રથમ દાવમાં 263 રન અને બીજા દાવમાં 121 રન બનાવ્યા હતા. ત્રીજી ટેસ્ટમાં પંત સિવાય બધા ભારતીય બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા, જો કે, પ્રથમા દાવમાં ગિલે 90 રનની ઈનિંગ જરુર રમી હતી પરંતુ બીજી ઈનિંગ તે પણ કઈ ખાસ કરી શક્યો ન હોતો.
આ પણ વાંચો...