નવી દિલ્હીઃ ભારતીય ટીમના સ્પિનર યુજવેન્દ્ર ચહલે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે તે રોહિત શર્માને ટ્રૉલ કરવાને લઇને ચર્ચામાં આવ્યો છે. લૉકડાઉન દરમિયાન ચહલે ટિકટૉક વીડિયોથી લઇને લાઇવ ચેટ શૉમાં ઉપસ્થિત રહીને ફેન્સની વચ્ચે રહ્યો છે. યુજવેન્દ્ર ચહલ સોશ્યલ મીડિયા પર પોતાની કૉમેન્ટ અને ટ્રૉલ માટે જાણીતો છે, પણ નોર્મલ પૉસ્ટ દરમિયાન પણ તેને ટ્રૉલ કરવામાં આવે છે.


રવિવારે ચહલે ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ નાંખી તેના કેપ્શનમાં લખ્યું- અહીં દોસ્ત છે ત્યાં પરિવાર છે, પણ કેટલાક મિત્રો એવા હોય છે જે પરિવાર બની જાય છે.



બધુ બરાબર ચાલી રહ્યું હતુ ત્યારે જ રોહિત શર્માએ ચહલની પૉસ્ટ પર કૉમેન્ટ કરી દીધી, અને ટ્રૉલ કરી દીધો. રોહિતે કૉમેન્ટ કરીને કહ્યું કપડાંની અંદર તુ છે કે શું કપડાં તારી અંદર છે. ખાસ વાત છે કે રોહિત શર્મા અને ચહલની વચ્ચે ખુબ સારી મિત્રતા છે, અને હંમેશા બન્ને એકબીજા પર કૉમેન્ટ કરતા રહે છે.



આવામાં ચહલે પણ રોહિતના ઇન્સ્ટાગ્રામ પર કૉમેન્ટ કરી, જેમાં તેને કહ્યું હતુ કે જેવી રીતે આ લૉકડાઉનમાં ગાલ બહાર આવ્યા છે, મને આ કપડાંની અંદર જ રહેવા દો.

ઉલ્લેખનીય છે કે રોહિત શર્માએ આ પહેલા કહ્યું હતુ કે યુવાઓની નજીક આવવાનુ પસંદ કરે છે, તે યુવાઓને ગાઉડ કરવાનુ પસંદ કરે છે. રોહિતનુ કહેવુ છે કે યુવાએ પોતાની કેરિયરના શરૂઆતી 5-7 વર્ષો બરબાદ ના કરવા જોઇએ.