Rohit Sharma Most SIx in ODI World Cups : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ICC વનડે વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો સામનો કરતાની સાથે જ બૉલરોની ધુલાઇ કરવાનું શરૂ કરી દીધું હતું. ટૉસ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા આવી અને રોહિત શર્મા અને શુભમન ગીલની ઓપનિંગ જોડી મેદાન પર આવી. જ્યાં એક તરફ શુભમન ગીલ સાવધાનીપૂર્વક રમી રહ્યો હતો, તો બીજી તરફ રોહિત શર્માએ દરેક મેચની જેમ અહીં પણ ઓપન એટેક કર્યો. બંને ફાસ્ટ બોલરોની ટિમ સાઉથી અને ટ્રેન્ટ બોલ્ટની હિટમેન દ્વારા જોરદાર ધૂલાઇ થઇ. તેણે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરી દીધો. આ સાથે રોહિત શર્માએ વર્લ્ડકપમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે, જેને તોડવો અન્ય કોઈ બેટ્સમેન માટે આસાન નથી.


રોહિત શર્માએ તોડ્યો ક્રિસ ગેઇલનો રેકોર્ડ, વર્લ્ડકપમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો બન્યો બેટ્સમેન
અત્યાર સુધી ODI વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના નામે હતો, જે હવે તૂટી ગયો છે. ક્રિસ ગેલે ICC ODI વર્લ્ડકપમાં 49 સિક્સર ફટકારી હતી, પરંતુ આજે રોહિત શર્માએ પહેલા ગેઈલની બરાબરી કરી અને આ રેકોર્ડ તોડ્યા બાદ તે ODI વર્લ્ડકપમાં 50 થી વધુ સિક્સર મારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. જો આ ટોપ 2 વિશે વાત કરીએ તો ગ્લેન મેક્સવેલ ત્રીજા નંબર પર છે. તેણે ODI વર્લ્ડકપમાં 43 સિક્સર ફટકારી છે. તે પોતાની ટીમ માટે આ વર્ષનો વર્લ્ડકપ પણ રમી રહ્યો છે. તેની ટીમ ઓસ્ટ્રેલિયા પણ ગુરુવારે દક્ષિણ આફ્રિકા સામે સેમિ ફાઇનલ રમશે, તે જોવાનું રસપ્રદ રહેશે કે તે ક્રિસ ગેલ અને પછી રોહિત શર્માને પછાડવામાં તે સફળ થાય છે કે કેમ.


રોહિત શર્માનો રેકોર્ડ તોડવા બની જશે મુશ્કેલ 
રોહિત શર્મા, ક્રિસ ગેલ અને ગ્લેન મેક્સવેલ પછી ચોથા નંબરે દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સ છે, જેણે ODI વર્લ્ડકપમાં 37 સિક્સર ફટકારી છે, જેણે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે અને તે 5માં નંબર પર છે ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર. જેના નામે અત્યાર સુધી 37 સિક્સર છે. રોહિત શર્મા અને ડેવિડ વોર્નર વચ્ચે છ સિક્સરનો મોટો તફાવત છે. આવી સ્થિતિમાં એવું લાગતું નથી કે તે રોહિતની બરાબરી કરી શકશે અને ડેવિડ વોર્નર માટે આગામી ચાર વર્ષમાં વર્લ્ડકપ ન થાય ત્યાં સુધી રમવું મુશ્કેલ લાગે છે. આવી સ્થિતિમાં માત્ર ગ્લેન મેક્સવેલ જ રોહિત શર્માના રેકોર્ડની સૌથી નજીક છે, જો તે 50 થી વધુ સિક્સર ફટકારવામાં સક્ષમ ન હોય તો તેને તોડવું લગભગ અશક્ય બની જશે.


વર્લ્ડકપમાં સૌથી વધુ છગ્ગા
રોહિત શર્મા : 51 છગ્ગા
ક્રિસ ગેલ: 49 છગ્ગા
ગ્લેન મેક્સવેલ: 43 છગ્ગા
એબી ડી વિલિયર્સ: 37 છગ્ગા
ડેવિડ વોર્નર: 37 છગ્ગા