ભારતીય ટીમ 27 નવેમ્બરથી શરુ થનારી સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા ગુરુવારે પહોંચી ગઈ છે. ટીમ સાથે રોહિત નથી જે બાદમાં ટેસ્ટ ટીમમાં જોડાશે. તેની વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ રોહિત શર્માની ફિટનેસને લઈને મોટું નિવેદન આપ્યું છે. ગાંગુલી અનુસાર રોહિત હજુ પણ 70 ટકા જ ફિટ છે.
ગાંગુલી સાથે સહમતિ દર્શાવતા સંજય માંજરેકરે કહ્યું કે, રોહિત શર્માની ફિટનેસને લઈને હજુ સુધી સ્થિતિ બિલકુલ પણ સ્પષ્ટ નથી.
મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર બેટ્સમેન રોહિત શર્મા ડાબા પગમાં હેમસ્ટ્રિંગના કારણે ઈપીએલમાં કેટલીક મેચ નહોતો રમ્યો. તેના બાદ તે સમગ્ર ઓસ્ટ્રેલિયા સિરીઝમાંથી જ બહાર થઈ ગયો હતો, જો કે, બાદમાં અંતિમ ત્રણ મેચ રમતા જોઈને તેને પસંદગીકર્તાએ ટેસ્ટ ટીમમાં સામેલ કર્યો છે.
ધ વીકને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ગાંગુલીએ કહ્યું કે, રોહિત હજું પણ 70 ટકા છે. ગાંગુલીએ રોહિતની ફિટનેસને લઈ વાત કરતા કહ્યું કે, આપ પોતે રોહિત ને કેમ નથી મળી લેતા ? ફિટનેસના કારણે જ તેની વનડે અને ટી20 માટે પસંદગી કરાઈ નથી. તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
રોહિત સિવાય વિકેટકીપર બેટ્સમેન રિદ્દિમાન સાહા પણ હેમસ્ટ્રિંગની ઈજા સામે સંઘર્ષ કરી રહ્યો છે. સાહાને પણ માત્ર ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.