નવી દિલ્હીઃ 23 જૂન, 2007 એ દિવસ હતો જ્યારે રોહિત શર્માએ ભારત માટે ડેબ્યૂ કર્યુ હતુ. આ ઇન્ડિયન સ્ટારે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ આયરલેન્ડ વિરુદ્ધ બેલફાસ્ટમાં વનડે મેચ દરમિયાન રમી હતી. જોકે, પ્રથમ મેચમાં રોહિતને બેટિંગ કરવાનો મોકો ન હતો મળ્યો.


થોડાક દિવસો બાદ, તેને 2007માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ડરબનમાં ટી20 વર્લ્ડકપમાં પોતાનુ ટી20 ડેબ્યુ કર્યુ. આ તે જ મેચ હતી જ્યાં રોહિતે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ અર્ધસદી ફટકારી અને ચર્ચામાં આવી ગયો હતો. આ પછી રોહિતે પાકિસ્તાન વિરુદ્ધ પણ દમદાર પ્રદર્શન ચાલુ રાખ્યુ. પરંતુ પછીથી થોડી વસ્તુઓ ઉંધી સાબિત થવા લાગી, અને શરૂઆતના વર્ષોમાં ટીમમાં જગ્યા ના બનાવી શક્યો. વર્ષ 2011માં ઘરઆંગણે રમાયેલા વર્લ્ડકપમાં પણ રોહિતને ટીમમાં સ્થાન ન હતુ મળ્યુ. આ વર્લ્ડકપ ધોનીએ ભારતને અપાવ્યો હતો.

બાદમાં 2013માં રોહિતને ફરી એકવાર ઓપનર બેટ્સમેન તરીકે પ્રમૉટ કરવામાં આવ્યો. પછી તેને સતત શાનદાર પ્રદર્શન કર્યુ, અને થોડાક મહિનાઓની અંદર, તેને ખુદને સાબિત કરી દીધો કે તે લિમીટેડ ઓવરોનો બાદશાહ છે. હાલમાં તે દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક છે.

રોહિત શર્માએ આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની કેરિયરના 13 વર્ષ પુરા કરી દીધા છે. તેને આ પળનો આનંદ મેળવવા ટ્વીટરનો સહારો લીધો. તેને એક ટ્વીટ કર્યુ કે બોરીવલીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધીનો તેનો સફર એક સપના જેવો છે.



હિટમેન રોહિત શર્માએ અત્યારે સુધી 224 વનડે, 108 ટી20, અને 32 ટેસ્ટ મેચ રમી છે. તેને તમામ ફોર્મેટના 14,029 રન બનાવ્યા છે. તે દુનિયાનો એકમાત્ર ખેલાડી છે, જેના પર વનડેમાં ત્રણ -ત્રણ ડબલ સદી અને ટી20 ક્રિકેટમાં ચાર સદી નોંધાયેલી છે. તેને ઇડન ગાર્ડનમાં શ્રીલંકા વિરુદ્ધ 264 રનની ઇનિંગ વનડેમાં રમી હતી. જે વનડેમાં કોઇપણ ખેલાડી તરીકેનો સર્વોચ્ચ રેકોર્ડ સ્કૉર છે.