નવી દિલ્હીઃ દુનિયામાં કોરોના વાયરસના કારણે ક્રિેકેટ સહિતની ગતિવિધિઓ અટકી પડી છે, અને તેને ફરીથી લાવવા માટે દરેક દેશનુ ક્રિકેટ બોર્ડ તૈયારીઓમાં લાગી છે. ત્યારે ઇંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જોનસનનુ એક ચોંકાવનારુ નિવેદન સામે આવ્યુ છે. જોનસનનુ માનવુ છે કે ક્રિકેટના બૉલથી કોરોના વધુ ફેલાઇ શકે છે.


ખાસ વાત છે કે આગામી 8 જૂલાઇથી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચો શરૂ થઇ રહી છે, ત્યારે બોરિસ જોનસનનુ આ નિવેદન ચર્ચાનો વિષય બન્યુ છે.

બોરિસ જોનસને બૉલને એક નેચરલ બિમારી ગણાવી છે. સંસદમાં એમપી ગ્રેગ ક્લાર્કના સવાલનો જવાબ આપતા તેમને કહ્યું કે, ક્રિકેટની સાથે સમસ્યા એ છે કે દરેક એ સમજે છે કે બૉલને નેચરલ રીતે બિમારી ફેલાવવાનો ખતરો છે. મેં આ વિશે ઘણીવાર વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરી છે. હાલ આપણે ક્રિકેટને કૉવિડ-19થી સુરક્ષિત રાખવા માટે વધારે કામ કરી રહ્યાં છીએ, અત્યાર સુધી આપણે કોઇ ગાઇડલાઇન નથી બદલી.



ઉલ્લેખનીય છે કે આઇસીસી કોરોના વાયરસના કારણે બૉલ ચમકાવવા માટે લાળ પર પ્રતિબંધ લગાવી ચૂક્યુ છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટ 8-12 જુલાઇએ સાઉથેમ્પટનના એલિસ બૉલમાં રમાવવાની છે. બાકીની બે ટેસ્ટ ઓલ્ડ ટ્રેફર્ડમાં 16-20 જૂલાઇ અને 24-28 જુલાઇ સુધી રમાશે. ઇંગ્લેન્ડની 30 સભ્યો વાળી ટીમ ગુરુવારથી સાઉથેમ્પટનમાં ટ્રેનિંગ કરવાનુ શરૂ કરી દેશે.