ભારતીય ક્રિકેટર રોહિત શર્માની ખૂબ ફેન ફોલોઇંગ છે. પોતાના ખુશમિજાજ સ્વભાવ માટે જાણીતા રોહિત શર્માએ ફરી એકવાર ચાહકોના પ્રશ્નનો જવાબ આપીને ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા હતા.

Continues below advertisement

રોહિત શર્માએ બુધવારે વિજય હઝારે ટ્રોફી મેચમાં ભાગ લીધો હતો. તેણે મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેનો સામનો સિક્કિમ સામે હતો. આ ઘટના જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મુંબઈની ફિલ્ડિંગ દરમિયાન બની હતી અને તેનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.

વાસ્તવમાં રોહિત શર્મા બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે એક ફેને તેને પૂછ્યું હતું કે, "રોહિત ભાઈ, શું તમે વડાપાઉ ખાશો?" રોહિતે હાથ હલાવીને ના પાડીને જવાબ આપ્યો હતો. ક્રિકેટ ચાહકોને આ વીડિયો ગમ્યો કારણ કે રોહિત શર્માએ ચાહકોના પ્રશ્નનો જવાબ આપ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવ્યો હતો.

રોહિત શર્માની વિસ્ફોટક વાપસી

નોંધનીય છે કે 38 વર્ષીય રોહિત શર્મા સાત વર્ષ પછી વિજય હઝારે ટ્રોફીમાં વાપસી કરી હતી. લગભગ 10,000 દર્શકો તેમના મનપસંદ ક્રિકેટરની એક ઝલક જોવા માટે સ્ટેડિયમમાં એકઠા થયા હતા. ભારતીય ઓપનરે ધમાકેદાર સદી ફટકારીને પોતાના ચાહકોને નિરાશ કર્યા નહીં.                                 

રોહિત શર્માએ સિક્કિમના બોલરોને ધોઈ નાખ્યા હતા. માત્ર 61 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે 94 બોલમાં 155 રન બનાવ્યા હતા જેમાં 18 ચોગ્ગા અને 9 છગ્ગાનો સમાવેશ થાય છે. રોહિત શર્માની ઇનિંગના આધારે મુંબઈએ સિક્કિમને 117 બોલ બાકી રહેતા 8 વિકેટથી હરાવ્યું હતું. આ સાથે રોહિત શર્માએ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરના રેકોર્ડની પણ બરાબરી કરી હતી. રોહિત અને વોર્નર લિસ્ટ A ક્રિકેટમાં સંયુક્ત રીતે સૌથી વધુ 150 કે તેથી વધુ રન બનાવનારા બેટ્સમેન બની ગયા છે. રોહિત અને વોર્નરે લિસ્ટ A માં 9-9 સદી ફટકારી છે.